News of Monday, 23rd December 2024
RTO દ્વારા ચેકીંગ ડ્રાઈવઃ ૨૦૮ વાહન ચાલકો ઝપટેઃ ૧૧ાા લાખનો દંડઃ ૨૬ કેસો લાયસન્સ વગરના

રાજકોટ, તા.૨૩: રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા તારીખઃ ૧૫/૧૨/૨૦૨૪ થી ૨૨/૧૨/૨૦૨૪ના સપ્તાહ દરમયાન ડ્રાઈવ યોજવામાં આવેલ હતી. જેમાં ઘંટેશ્વર વિસ્તાર, કાલાવાડ રોડ, માલિયાસણ રોડ, ઉપર તેમજ અન્ય વિસ્તારમાં ચેકિંગ કરેલ. જેમાં નીચે મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું અને કુલ ૨૦૮ વાહનો ચાલકોને ઝપટે લેવાયા હતા.
૧) એલ ઈ ડી લાઈટ વગર - ૬૧ ૨) RUPD, SUPD, રેડિયમ રીફલેકટર વગર - ૩૬ ૩) ઓવર સ્પીડ- ૧૮ ૪)પરમિટ વગરના વાહન- ૮ ૫) ફિટનેસ વગરના -૧૮ ૬) PUC વગર - ૩૭ ૭) ઈન્સુરન્સ વગર- ૧૬ ૮) ડ્રાઇવિંગ લાઇસન્સ વગર -૨૬ ૯) ઓવર લોડીંગ અને ઓવર ડાયમેન્સન- ૬૩ના કેસો નોંધાયા હતા.
મોટર વાહન કાયદાનો ૨૮૩ કરતા પણ વધારે ગુનાહિત બદલ કુલ ૧૧,૫૬,૩૩૮ /- જેટલાં દંડની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં ઉમેરાયું છે.
(5:00 PM IST)










