<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

સૌરાષ્‍ટ્ર રાજકોટમાં આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રથમ પ્રતિમાનું અનાવરણઃ પ્રતિમાને ફૂલડે વધાવતો સૌરાષ્‍ટ-રાજકોટનો આદિવાસી ભીલ સમાજ

રાજકોટઃ તાજેતરમાં શહેરના રેસકોર્ષ ગાર્ડનમાં આદિવાસી જનનાયક, ક્રાંતિસૂર્ય બિરસા મુંડાજીની પ્રતિમા અનાવરણનો ભવ્‍યાતિ ભવ્‍ય કાયક્રમનું આયોજન થયું હતું.

સમગ્ર સૌરાષ્‍ટ્ર તથા ગુજરાત, એમ.પી.થી. આદિવાસી ભીલ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્‍યામાં પોતાના પરંપરાગત વાજીંત્રો, નૃત્‍યો સાથે ઉમટી પડયા હતા.

આદિવાસી ભીલ સમાજના રાષ્‍ટ્રિય આગેવાનો, શ્રી સતિષ પૈયદામજી મહારાષ્‍ટ્રથી, શ્રી ભંવરલાલ પરમાર દાદા રાજસ્‍થાનથી, શ્રી રાજુભાઇ વલવાઇ-દાહોદથી, ડો. નિરવ પટેલ નવસારીથી ખાસ પધારેલ.

રાજકોટનાં શાસન પ્રસાશનના સાથ સહકારથી આ જાજરમાન કાર્ર્યક્રમ યોજાયો હતો. જેમાં, ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળા, ધારાસભ્‍ય શ્રીમતી દર્શીતાબેન શાહ, ડેપ્‍યુટી  મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, દંડકશ્રી મનીષભાઇ રાડીયા, કોર્પોરેટરશ્રી દેવાંગભાઇ માંકડ, કૌશીકભાઇ ચાવડાએ હાજર રહી આદિવાસ ભીલ સમાજના આગેવાનો, તથા ધારાસભ્‍યશ્રીઓ, ડેપ્‍યુટી મેયરશ્રી, કોર્પોરેટર શ્રી વિગેરેના વરદ હસ્‍તે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.

સમગ્ર કાર્ર્યક્રમનું આયોજન શ્રી ભીલ પંચ રાજકોટ તરફથી કરવામાં આવ્‍યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ભીલ પંચ રાજકોટના દર્શનભાઇ ભીલ (મો.૯૮૨૪૮૮૭૭૭૭) રમેશભાઇ કોલી (મો.૯૪૨૮૦૩૮૭૧૯) , ઉતમભાઇ રાઠોડ (મો.૯૭૨૭૬૯૦૬૪૬), જીતેન્‍દ્રભાઇ વાઘેલા, અમિતભાઇ ચૌહાણ, મનોજભાઇ દુબલ, કુણાલભાઇ કડવાતર, આયુષભાઇ વાઘેલા, રૂત્‍વીકભાઇ રાઠોડ, વિજયભાઇ રાઠોડ, મિતભાઇ રાઠોડ, કેવલભાઇ ચૌહાણ, દિનેશભાઇ વાઘેલા, કિરણબેન કોલી, પાયલબેન રાઠવા, ભાવનાબેન લીડીયા, નિતીનભાઇ ચૌધરી, તથા આર.એમ.સી. કર્મચારી મિત્રો, શ્રી ભામતજી, શ્રી વિશાલભાઇ રાઠોડ, નીતિનભાઇ ચૌધરી, શ્રી અનિલભાઇ પરમાર, શ્રી દેવભાઇ કોલી, શ્રી કેતનભાઇ રાઠોડ વિગેરેએ જહેમત ઉઠાવેલ હોવાનું શ્રી ભીલ પંચ રાજકોટની યાદીમાં જણાવ્‍યું છે.(

(3:49 PM IST)