<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

રૈયા રોડ ઓડીટોરીયમ સામે રૂા. ૭૭ હજારના દારૂ ભરેલી કાર સાથે મીત સાગોટીયા પકડાયો

પીસીબીના હેડ કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, કોન્‍સ વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાની બાતમીઃ મિત્ર પાસેથી કાર ભાડે લઇ દારૂની ડીલેવરી આપવા આવ્‍યો' તો

રાજકોટ તા. ૨૩: શહેરના રૈયા રોડ પર પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમની સામે પટમાંથી પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૭૭ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમની સામે પટમાં એક શખ્‍સ કારમાં દારૂની ડીલેવરી આપવા માટે આવ્‍યો હોવાની પીસીબીના હેડ કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, કોન્‍સ વિજયભાઇ મેતા, અને યુવરાજસિંહ રાણાને બાતમી મળતા રૈયા રોડ પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમની સામે ખુલ્લા પટમાં દરોડો પાડી જીજે. ૧૬ બીકે- ૪૯૪૮નંબરની  કારની તલાશી લેતા  તેમાંથી રૂા. ૭૭, ૪૪૨ ની કિંમતના વિદેશી દારૂની ૫૧ બોટલ મળી આવતા પોલીસે ચાલક મીત મનીષભાઇ સાગોટીયા (ઉ.૨૫) (રહે. ત્રીલોક પાર્ક શેરી નં. ૨ બ્‍લોકનં. ૧) પકડીલઇ વિદેશી દારૂ તથા કાર મળી રૂા. ૩,૭૭,૪૪૨ નો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો હતો પોલીસની પુછપરછમાં મીત મિત્રની  કાર ભાડેથી લઇ દારૂની ડીલેવરી આપવામાં આવ્‍યો હોવાનું રટણ કરી રહ્યો છે. દારૂ કયાંથી અને કોનીપાસેથી  લઇ આવ્‍યો તે અંગે પોલીસે તેની વધુ પૂછપરછ હાથધરી છે. આકામગીરી ઇર્ન્‍ચાજ પી.આઇ.એમ. આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ.એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એ. એસ. આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હીરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

 રીક્ષામાંથી દારૂની ૩૬ બોટલ સાથે બે પકડાયા

દૂધસાગર  રોડ પર માજોઠીનગરમાં એક રીક્ષમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ મથકના પી.એસ. આઇ.  એમ.એસ. મહેશ્વરી, એ.એસ.આઇ. દેવશીભાઇ, હેડ કોન્‍સ ભરતસિંહ, કોન્‍સ પ્રકાશભાઇ  સહિતે દરોડો પાડી માજોઠીનગર ના ખુણા પાસેથી જીજે. ૩ એયુ.૪૦૧૧ નંબરની રીક્ષામાંથી રૂા. ૧૮ હજારની કિંમતની વિદેશી દારૂની ૩૬ બોટલ મળી આવતા લાખાજીરાજ શેરી નં. ૪ ના મોહસીન ઉર્ફે રઘુ આરીફભાઇ ચોૈહાણ, અને જંજીવાડા નો આફતાબ ભીખાભાઇ ચૌહાણને પકડી લઇ દારૂ તથા રીક્ષા મળી રૂા. ૭૮ હજારનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો હતો.

(4:18 PM IST)