<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

જિલ્લા પંચાયતમાં સમિતિઓની બેઠકોનો દોરઃ જાન્‍યુઆરી મધ્‍યમાં સામાન્‍ય સભા

નવી કોર્ટ બિલ્‍ડીંગમાં પદાધિકારીઓની ચેમ્‍બર તૈયાર થાય છે, ટૂંક સમયમાં સ્‍થળાંતર

રાજકોટ તા. ર૩ : જિલ્લા પંચાયતમાં નવી કચેરીનું ખાતમુર્હુત મુખ્‍યમંત્રીના હસ્‍તે થયા બાદ પદાધિકારીઓએ વહીવટી કામગીરી પર ફરી ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. પંચાયતમાં રાબેતા મુજબ મળતી સમિતિઓની બેઠકોની દોર શરૂ થયેલ છે. સમિતિઓ બાદ સામાન્‍ય સભા ૧પ જાન્‍યુઆરી આસપાસ બોલાવવાની ચુંટાયેલી પાંખની વિચારણા છે.

જિલ્લા પંચાયતમાં સિંચાઇ સમિતિની બેઠક પુરી થઇ ગઇ છે. આરોગ્‍ય સમિતિની બેઠક જાન્‍યુઆરી પ્રારંભે મળનાર છે. અન્‍ય સમિતિઓની બેઠક ડીસેમ્‍બર અંત અથવા જાન્‍યુઆરીની શરૂઆતમાં થઇ જશે. કારોબારી સહિત બધી સમિતિઓની બેઠક મળ્‍યા બાદ સામાન્‍ય સભા મળે તે રીતે આયોજન થશે. સામાન્‍ય સભા જાન્‍યુઆરી મધ્‍યમાં બોલાવવાનું વિચારાધીન છે. હવે પછીની સામાન્‍ય સભા ર૦રપ ના વર્ષની પ્રથમ સામાન્‍ય સભા હશે.

પંચાયતમાં વહીવટી તંત્રનું દિવાળી પહેલાથી કોર્ટ બિલ્‍ડીંગમાં સથળાંતર થઇ ગયું છે. હાલ પ્રમુખ સહિતના પદાધિકારીઓ જુની કચેરીમાં બેસે છે. કોર્ટ બિલ્‍ડીંગના પહેલા માળે પદાધિકારીઓ માટે કામચલાઉ ચેમ્‍બર બનાવવાનુ઼ કામ ચાલુ છે. ટુંક સમયમાં પદાધિકારીઓનું પણ કોર્ટ બિલ્‍ડીંગમાં સ્‍થાળાંતર થઇ જશે. હાલની કચેરીના સ્‍થાને નવી કચેરીના નિર્માણમાં બે વર્ષ જેટલો સમય લાગશે.

(4:20 PM IST)