<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

આજીડેમ ચોકડી પાસેથી રૂા.૧૪ હજારના દારૂ ભરેલી કાર સાથે હીતેશ પકડાયો

ડીસીપી ઝોન- ૧ ની એલ.સી.બી.ના કોન્‍સ રવીરાજભાઇ પટગીરની બાતમીઃ રૂા.૧. ૬૪ લાખનો મુદ્‌ામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૩: આજીડેમ ચોકડી નજીક ડીસીપી ઝોન- ૧ ની એલ.સી.બી. ની ટીમે બાતમીના આધારે રૂ. ૧૪ હજારના  દારૂ ભરેલી કાર સાથે કાર ચાલકને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી  પાસેથી વિદેશી દારૂ ભરેલી કારપસાર થવાની હોવાની ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી. ની ટીમેના કોન્‍સ રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા આજીડેમ ચોકડી નજીક શ્રી હરી મેઇન રોડ પરથી પસારથતી જીજે. ૧ આર એકસ- ૯૯૭૫ નંબરની કારને રોકી તલાશી  લેતા કારમાંથી રૂા. ૧૪, ૬૦૩ ની કિંમતના વિદેશી દારૂના ૫૯ ચપલા મળી આવતા કારચાલક હિતેશ ગોબરભાઇ ચાવડા (ઉ.વ. ૩૦) (રહે. જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્‍ણ શેરી નં. ૧૩) ને પકડી લઇ વિદેશી દારૂ તથા કાર મળી  રૂા. ૧, ૬૪,૬૦૩ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી એલ.સી.બી.ના હેડ કોન્‍સ એમ.બી.ગોૈસ્‍વામી, કોન્‍સ સત્‍યજીતસિંહ જાડેજા, અને રવીરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.

(4:36 PM IST)