<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ખીજડીયા ગામમાંથી સરકારી ગૌચરની જગ્‍યા પરનું દબાણ દુર કરોઃ નહી તો આત્‍મ વિલોપન કરાશે

સાંજ સુધીનો અપાતો સમયઃ સરપંચ રેવર તથા અન્‍ય આગેવાનોનું કલેકટરને આવેદન

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ તાલુકાના ખીજડીયા ગામના સરપંચ તથા અન્‍ય આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી ખીજડીયા ગામે સરકારી ગૌચર જગ્‍યા પરનું દબાણ દૂર કરવા બાબત માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, ખીજડીયા ગામે એક શખ્‍શ દ્વારા ગૌચર ર૪૯/ર સર્વે નં. માં અનાધિકૃત દબાણ કરેલ છે. ૧પ વર્ષથી દબાણ છે. ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વખત નોટીસ પાઠવવામાં આવેલ છે. જેના માટે છેલ્લા દોઢ વર્ષથી મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારીઓને અવાર-નવાર રજૂઆત કરેલ છે. અને ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નિયમ અનુસાર નોટીસો પાઠવેલ તેમ છતાં કોઇના કોઇ પ્રેસર અને કારણોસર અપૂરતા કાગળોના બહાના બતાવીને ઉચ્‍ચ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના દબાણ દૂર કરવાના કાર્યક્રમને મોકૂફ રખાવેલ છે.તો આ બાબતે આપના દ્વારા સચોટ ન્‍યાય અપાવવા વિનંતી અને જો અમને આપ દ્વારા ન્‍યાય નહિ મળે તો અમારા ખેડૂતોને આત્‍મ વિલોપન સિવાય કોઇ રસ્‍તો બચતો  નથી. તેમ ઉમેર્યુ હતું. 

આવેદન દેવા આવેલા આગેવાનોએ જણાવેલ કે સાંજ સુધીમાં નિવેડો નહી આવે તો ૩ થી ૪ ગામના આગેવાનો આત્‍મ વિલોપન કરશે અને તેની જવાબદારી તંત્રની રહેશે, આવેદન સરપંચ  આર. પી. રેવર અને અન્‍ય આગેવાનોએ આપ્‍યું હતું.

(4:38 PM IST)