<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

મુકુંદભાઇ પારેખના ખબર અંતર પૂછતા ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ

રાજકોટ : જૈન સાધુ-સંતોની નિઃસ્‍વાર્થ ભાવે વૈયાવચ્‍ચ કરનાર મુકુંદભાઇ પારેખ હાલ પથારીવશ છે. તેમના ખબર અંતર પૂછવા તેમણે સાધુ-સંતોની કરેલી સેવાઓને બિરદાવવા ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ તેમના નિવાસસ્‍થાને ગયા હતા અને તેમને મુકુંદભાઇ પાસે સેવા કરવાના આશિર્વાદ માંગ્‍યા હતા. તેમણે જીવનના છેલ્લા ૬૦ વર્ષ સેવા કાર્યો કર્યા છે. જૈન સમાજ દ્વારા મુકુંદભાઇને સંઘ પિતાનું બિરૂદ આપવામાં આવ્‍યું છે.

(4:40 PM IST)