<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ગ્રીનલેન્‍ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, કિસાનપરા કોટેચા ચોકમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ૨૦૩ કેસ કરાયાઃ સાત વાહનો ડિટેઇનઃ ૧૬૩ વાહનચાલકોને બ્રીધ એનલાઇઝરથી ચેક કરાયાઃ એકેયએ દારૂ નહોતો પીધો

રાજકોટઃ શહેરમાં દરરોજ સાંજે બે કલાક ટ્રાફિક બ્રાંચ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવે છે. જેમાં દારૂ પી વાહન હંકારનારા સામે તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી થાય છે. ગત રાતે આઠથી દસ સુધી ગ્રીનલેન્‍ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ અને ગુંદાવાડી પોલીસ ચોકી પાસે તેમજ કોટેચા ચોક, કોસ્‍મો ચોકડી પાસે અને કિસાનપરા ચોક તેમજ ઘંટેશ્વર ટી-પોઇન્‍ટ પાસે ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં કુલ ૨૦૩ કેસ કરી ૯૫૧૦૦નો દંડ વસુલાયો હતો. જેમાં સાત વાહનો ડિટેઇન કરાયા હતાં. ૧૬૩ વાહન ચાલકોને બ્રીધ એનલાઇઝરથી ચેક કરવામાં આવ્‍યા હતાં. જો કે આમાંથી કોઇ દારૂ પીધેલુ મળ્‍યું નહોતું. ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરી હેઠળ ટ્રાફિક બ્રાંચના તમામ પીઆઇ અને તેમની ટીમો આ કામગીરી કરે છે.

(4:40 PM IST)