News of Monday, 23rd December 2024
રાજકોટીયન્સની ઠંડી ઉડાડતું ચોખ્ખા ઘીના અડદીયા જેવું ગરમાગરમ :કોમેડી નાટક ‘‘હું આવું ને તુ જા''નો ગુરૂવારે પ્રથમ શો
હેમુ ગઢવી હોલ (મિની) ને મુંબઇની ચોલ બનાવવામાં આવશે- ૪ મુખ્ય કલાકારો

રાજકોટ તા. ર૩ :રાજકોટીયન્સ થઇ જાવ તૈયાર ! ઠંડી ઉડાડવા ! જી ર્હાં, ખડખડાટ હસવાથી શરીરમાં ગરમાવો આવે છે. ક્ષણે ક્ષણે તાલિઓ પાડવાથી હથેળી ગરમ થાય છે! વારંવાર વન્સમોર બોલવાથી લોહીનું પ્રરિભ્રમણ વધે છે પણ કઇ રીતે ? તો જવાબ છે તા. ર૬ ને ગુરૂવારે હેમુગઢવી મીની હોલ ખાતે રાત્રે ૯ વાગે ભજવાશે ચોખ્ખા ઘીનાં ડ્રાયફુટ અડદીયા જેવું નાટક ‘‘ હું આવું ને તુ જા''
શ્રી કુંજકલા કેન્દ્ર-નિકુંજ દવેનું ‘‘લગ્નબંધી'' ‘વાંઢાં નો વરઘોડો'ને દિનેશ બાલાસરા પ્રસ્તુત ‘ રેઢા ન મુકતા ઘર ને વર'નાં સતત ૧૪ હાઉસફુલ શોની હારમાળા બાદ લેખક સંજય ગોહિલનું હેટ્રીક કરતું કોમેડી નાટક ‘‘ હું આવું ને તુ જા'' નો પ્રથમ શો તા. ર૬ નાં રોજ રાજકોટની હાસ્ય રસિક જનતા માટે યોજવામાં આવેલ છે.
જેના દિગ્દર્શક છે. શંૃગાર રૂઘાણી, સંગીત નિરજ કડવાતર, લાઇટસ- રમિઝ સાલાણી, મેઇકઅપ હિંમાશું પાડલિયા, સેટસ - અશોક લુંગાતર, કલાકારો નિકુંજ દવે, રમેશ વ્યાસ, આર્યન ગઢવી, શ્વેતા પટેલ, તો પછી થઇ જાજો તૈયાર, અફસોસ ન થાય માટે નાટક જોવા પહોંચી જાશો. ‘‘હું આવું ને તુ જા''
નાટકના પાસ માટે : નિકુંજ દવે મો. ૯૯૯૮૧૧ર૦૪૦ નો સંપર્ક કરી શકાય છે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંજયભાઇ ગોહિલ લેખક, નિકુંજભાઇ દવે એકટર પ્રોડયુસર, રમેશભાઇ વ્યાસ, આર્યન ગઢવી નિરજ કડવાતર અને શંૃગાર રૂઘાણી- ડાયરેકટર નજરે પડે છે.
(4:49 PM IST)










