<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

કાલે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઇજીનો પ્રાગટય ઉત્‍સવઃ ચરણાટ હવેલીમાં પ્રહલાદ પ્‍લોટ ખાતે થી શોભાયાત્રાઃ કિર્તન, પ્રવચન સહિતના કાર્યક્રમો

રાજકોટઃ અહિંના પ્રહલાદ પ્‍લોટ વિસ્‍તારમાં આવેલી ચરણાટ હવેલીમાં શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રીગુસાઇજી) ના પ્રાગટય ઉત્‍સવ કાલે મંગળવાર તા.ર૪ના રોજ યોજાશે. જે અંતર્ગત ચરણાટ હવેલીમાં ધર્મસભા, વધાઇ કિર્તન તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.શ્રીમદ પ્રભુચરણ શ્રીવિઠ્ઠલનાથજી (શ્રીગુસાઇજી)નો પ્રાગટય મહોત્‍સવ અંતર્ગત ચરણાટ હવેલી ખાતે ‘‘શ્રીના'' વિવિધ મનોરથો તેમજ તિલક આરતીના દર્શન બપોરે ૧ વાગ્‍યે તેમજ ચરણાટ હવેલીમાં બિરાજમાન સ્‍થાનિક આચાર્ય ગો.શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી તેમજ ગો.શ્રીમધુસુદન લાલજીની અધ્‍યક્ષતામાં ચરણાટ હવેલી રપ/૪૩ પ્રહલાદ પ્‍લોટથી સાંજે પઃ૩૦ વાગ્‍યે ઉત્‍સવ નાયક શ્રી ગુસાઇજીની ભવ્‍ય શોભાયાત્રા(વર્ણાગી)નો શુભારંભ થશે. જે પ્રહલાદ પ્‍લોટ વિસ્‍તારથી કરણપરા ચોક થઇને પેલેસરોડ થઇ પુનઃ ચરણાટ હવેલી ખાતે શોભાયાત્રા પુર્ણ થશે.ત્‍યારબાદ ધર્મસભામાં ગોસ્‍વાની બાલકો દ્વારા શ્રી ગુસાઇજીના ગુણગાન તેમજ વધાઇ કિર્તન અને પ્રવચન તેમજ કેસરી સ્‍નાનનો લાભ વૈષ્‍ણવોને મળશે. શ્રી વલ્લભચાર્ય ફાઉન્‍ડેશન રાજકોટ આયોજીત કાર્યક્રમોનો લાભ લેવા પીયુષભાઇ રાણપરા, રાજેશભાઇ ઉનડકટ, કલ્‍પેશભાઇ વાગડીયા દ્વારા અનુરોધ કરાયો છે.

(4:51 PM IST)