<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

શાપર-વેરાવળ એસો.ના નવા હોદેદારોઃ ચેરમેન તરીકે ધારાસભ્‍ય ટીલાળાઃ પ્રમુખપદે - અમૃતભાઇ ગઢીયા

રાજકોટઃ શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશનની ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પરસોતમભાઇ ટીલારાની ઉપસ્‍થિતિમાં મળેલ કારોબારી સમિતિ બેઠકમાં સર્વ સંમતિથી હોદેદારો નિમાયા હતા, જેમાં ચેરમેન રમેશભાઇ ટીલાળા, પ્રમુખ-અમૃતભાઇ ગઢિયા, ઉપપ્રમુખ-દિલીપભાઇ ઝાલાવડિયા, દુશ્‍યન્‍તભાઇ ટીલાળા, સેક્રેટરી-અશ્‍વિનભાઇ વસાણી, સહ સેક્રેટરી-રતિભાઇ સાદરીયા, ખજાનચી-રસિકભાઇ સુરેજા, સહ ખજાનચી-સંજયભાઇ વોરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. નવ નિયુકત તમામ હોદેદારોનું ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા તેમજ હાજર તમામ કારોબારી સભ્‍યો દ્વારા ફૂલહારથી સન્‍માન કરી શુભેચ્‍છા પાઠવેલ તેમજ તમામ હોદેદારોએ ઉદ્યોગને લગતા પ્રશ્‍નો અંગે અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ માટે સતત પ્રયત્‍નશીલ રહેશે તેવી આ તકે ખાત્રી આપેલ હતી.

(4:55 PM IST)