તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
રાજકોટ ગોંડલ હાઇવે પર રીબડા અને પીપળીયા વચ્ચે અકસ્માત : ટ્રક પલ્ટી ખાઈ ગઈ : એક વ્યક્તિનું મોત : ટ્રાફિક જામ : વાહનોની લાંબી લાઈન લાગી :જુઓ વિડીયો
ટ્રક પલ્ટી જતા હાઇવે પર ત્રણ થી ચાર કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રિબડા - સડક પીપળીયા વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અકસ્માત બાદ એક ટ્રક પલ્ટી જતા હાઇવે પર ત્રણ થી ચાર કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો અને અનેક લોકો આ મસમોટા ટ્રાફિક જામમાં ફસાયા હતા.
રાજકોટથી ગોંડલ અપડાઉન કરતા વાહન ચાલકોએ લાંબી રાહ જોયા બાદ પણ ટ્રાફિક ક્લિઅર ન થતાં અંતે માર્ગ બદલવાની ફરજ પડી હતી અને કોટડા સાંગાણી થઇને ગોંડલ પહોંચ્યા હતા.
(7:56 PM IST)










