<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

દસમા ધોરણની છાત્રાને પિતાએ ટીવી જોવાની ના પાડતાં ફાંસો ખાધો

દામજી મેપા પ્‍લોટનો બનાવઃ માતા જોઇ જતાં જીવ બચી ગયોઃ પંદર વર્ષની આરતી સારવારમાં

રાજકોટ તા. ૨૫: શહેરના દામજી મેપા પ્‍લોટમાં રહેતી દસમા ધોરણની વિદ્યાર્થીનીને પિતાએ ટીવી જોવાની ના પાડી ભણવામાં ધ્‍યાન દેવાનું કહી ઠપકો આપતાં તેણીને માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે માતા જોઇ જતાં જીવ બચી ગયો હતો. હાલ તેણી સારવાર હેઠળ છે.

દામજી મેપા પ્‍લોટ પીપળીયા હોલ નજીક શેરી નં. ૫માં રહેતી પંદર વર્ષની આરતીએ સાંજે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા ઉપરના રૂમમાં જતાં દિકરીને લટકતી જોતાં દેકારો મચાવતાં ઘરના બીજા લોકો એકઠા થઇ ગયા હતાં અને તેણીને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર આરતી ત્રણ બહેનમાં વચેટ છે અને દસમુ ધોરણ ભણે છે. પણ તે ભણતરમાં ધ્‍યાન આપવાને બદલે ટીવી જોવામાં વધુ સમય આપતી હોઇ પિતા કમલેશભાઇ ગાંગાણીએ ઠપકો આપતાં માઠુ લાગતાં તેણીે આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. બાળા ભાનમાં આવે પછી પોલીસ વિશેષ નિવેદન નોંધશે

(2:31 PM IST)