News of Wednesday, 25th December 2024
સુનો જયાદા, બોલો કમ : પૂ. ધીરગુરૂદેવ પૂ.ધીરજમુનિ મ.સા.નો ભવ્ય નગર પ્રવેશ

રાજકોટ, તા., ૨૫: ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરૂદેવ તથા પૂ.નયનાજી મ.સ. ઠાણા-૩ની સ્વાગત યાત્રા માંડળભાઇ માલધારીના નિવાસેથી પ્રારંભ થયા બાદ રાજપથમાં જીતુભાઇ બેનાણીના ગૃહાંગણે સ્વાગત સમારોહ મહેશભાઇ વાઘરના પ્રમુખસ્થાને યોજાયેલ. સૂત્ર સંચાલન જયશ્રીબેન શાહે કરેલ.
આ પ્રસંગે પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. તથા પ્રવર્તીની પૂ.વનિતાજી મ.સ., પૂ. જયોતીજી મ.સ., પૂ.ગુણીજી મ.સ., પૂ.કિરણજી મ.સ., વીણાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ., પૂ.સરોજજી મ.સ. આદિ બિરાજમાન હતા.
મહાવીરપુરમ તીર્થ એક વર્ષ સાધુ-સાધ્વીજી ચતુર્વિધ સંઘ વૈયાવચ્ચમાં ૧૦ દાતાઓએ લાભ લીધેલ.પૂ.ગુરૂદેવ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવીકોને જણાવેલ કે આંખ બે, કાન-ર, પગ-ર, હાથ-ર, મગજ પણ-ર અને જીભ-૧ છે. જીભનો ઉપયોગ સમજીને કરો, કાન બે છતાં સાંભળવાનું કામ એક અને જીભ એક છે છતાં કામ બે છે ખાવાનું અને બોલવાનું માટે સુનો જયાદા બોલો કમ સૂત્રને અપનાવો.
(2:48 PM IST)










