<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

રેલ્‍વે વિરૂધ્‍ધ કન્‍ટેમ્‍પ ઓફ કોર્ટઃ મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી

મિલ્‍કતવેરા પેટેના ૧૭ કરોડ ન ભરતા કોર્પોરેશન દ્વારા સુપ્રીમમાં દાદ મંગાતા ચુકાદો તંત્રના પક્ષમાં આવેલ : ચાલુ નાણાકીય વર્ષના મિલ્‍કત વેરાના ૪૧૦ કરોડના લક્ષ્યાંક સામે ૩ર૮ કરોડની આવક

રાજકોટ તા. રપઃ મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાના ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપનો મિલ્‍કત વેરાના ૪૧૦ કરોડના લક્ષ્યાંક સામે  અત્‍યાર સુધીમાં મિલ્‍કતવેરા પેટે ૩૨૮ કરોડ જમા થયા હોય સિલિંગ અને જપ્તીની કામગીરીની સાથો સાથ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની કચેરીઓની ઉઘરાણી પણ શરૂ કરી છે. જેમાં રેલવે વિભાગ દ્વારા અનેક નોટીસો આપવા છતાં અને સુપ્રીમ કોર્ટે કોર્પોરેશનની ફેવરમાં ચુકાદો આપેલ છે. છતાં રૂા. ૧૭ કરોડનો મિલ્‍કતવેરો ન ભરતા કોર્પોરેશને હવે રેલવે વિરુદ્ધ ક્‍ન્‍ટેમ્‍પ ઓફ કોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મનપાનું બજેટ વર્ષ પૂર્ણ થવામાં છે. છતાં ૮૨ કરોડથી વધુ મિલ્‍કતવેરો બાકી હોય હવે સરકારીકચેરીઓ વિરુદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીદારોનો એક મોટો સ્‍લોટ સીલ થઈ ગયો છે અને હવે છેલ્લે મોબાઈલ ટાવરોને તેમજ સરકારી કચેરીઓને નોટીસ આપવા શરૂ કરાયું છે. જેમાં યુનિવર્સિટીએ મિલ્‍કતવેરો ભરવા માટે સરકાર પાસે ગ્રાન્‍ટ માંગી હોવાનું જાણવા મળેલ છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની કચેરીઓ કે જે પબ્‍લીક પ્રોપર્ટી હોવાના કારણે સીલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકતી નથી. તેવી જ રીતે મોટાભાગની કચેરીઓનો વેરો ગ્રાન્‍ટ આધારીત હોવાથી અમુક વિભાગની કચેરીઓ ગ્રાન્‍ટની રાહ જોઈ રહ્યું છે.

જ્‍યારે રેલવે વિભાગ પાસેથી ૩૦ કરોડ રૂપિયા મિલ્‍કતવેરા પેટે વસુલવાના હતા આ માટે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થયેલ ત્‍યારે રેલવે વિભાગ દ્વારા રૂા. ૧૭ કરોડ ભરવા માટેની તૈયારી દર્શાવી હતી અને સુપ્રીમ કોર્ટે પણ કોર્પોરેશનની ફેવરમાંચુકાદો આપેલ છતાં રેલવે વિભાગ દ્વારા આજસુધી રૂા. ૧૭ કરોડનો વેરો ભરપાઈ ન કરતા હવે કોર્પોરેશને રેલવે સામે  ક્‍ન્‍ટેમ્‍પ ઓફ કોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને તેના માટે લિગલ અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

(3:04 PM IST)