<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કરણસિંહજી રોડ સીટી ગેસ્‍ટ હાઉસ પાસે તીનપતી રમતા છ શખ્‍સો પકડાયા

એ-ડીવીઝન પોલીસનો દરોડોઃ રોકડ સહિતની મત્તા કબ્‍જે

રાજકોટ તા. રપઃ શહેરના કરણસિંહજી મેઇન રોડ પર સીટી ગેસ્‍ટ હાઉસ પાસે એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કરણસિંહજી મેઇન રોડ પર સીટી ગેસ્‍ટ હાઉસ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા અને કોન્‍સ. ધવલભાઇ જીલડીયા સહિતે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા આર.ટી.ઓ. ઓફીસ પાસે નરશીનગર શેરી નં. ૭ના વીજય લઘુશંકરભાઇ ધામેલ, ખોડીયાર પરાના ઇકબાલ નુરમહંમદભાઇ ખલીફા, થોરાળા પોલીસ સ્‍ટેશનની બાજુમાં રહેતો આકાશ લખનભાઇ જાદવ, હુડકો ચોકડી પાસે રહેતો ગૌતમ વીનોદભાઇ સોલંકી, રામનાથપરા શેરી નં. પ ના રમેશ હકુભાઇ સરૈયા અને ખોડીયારપરાના રાજુ બચુભાઇ મુછડીયાને પકડી લઇ રૂા. ૧,૦૮૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

(3:06 PM IST)