<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

અટલજીની જન્મજયંતિઃ કોટી કોટી વંદનાઃ ઉદય કાનગડ

ભારતીય રાજનિતીના નોખા-અનોખા રાજનેતા અટલજી વચન, પ્રવચન, અને આચરણ ના પુરૃષ હતા અટલજીની પાંચ દશક લાંબી રાજકીય યાત્રા, રાજનિતી ક્ષેત્રે સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહી હતી :અટલજીએ પોતાની સરળતા અને સહજતાથી કરોડો ભારતીયોના હૃદયમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતુ અટલજીનું સમગ્ર જીવન સુશાસન, એકતા અને પ્રગતિના સિધ્ધાંતોને મૂર્તિમંત કરે છે

 

 

 

રાજકોટઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અને ભારતરત્ન અટલબીહારી વાજપેયીનો આજે તા.૨૫ ડીસેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે વિધાનસભા ૬૮-રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ શ્રધ્ધેય શ્રી અટલબીહારી બાજપાઈજીને શત શત નમન કરતા જણાવેલું કે શ્રધ્ધેય અટલજી બિહારી વાજપેયીનો જન્મ તા.૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ ગ્વાલીયરના બ્રાહમણ પરિવારમાં થયો હતો. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાર્થી પ્રવૃતિઓથી લઈને આર.એસ.એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંધમાં ડો.સ્વામાપ્રસાદ મુખર્જીના યુવા સાથી બની રાજનિતીમાં પદાપર્ણ કર્યું. સત્યાગ્રહો- આંદોલનોમાં સક્રિય રહયા. જનસંય પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. ૧૯૭૭માં જનતા પક્ષની સરકારમાં વિદેશ પ્રધાન અને લગાતાર ત્રણ-ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. ૧૯૯૩માં કાનપુરની વિશ્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. ૧૯૯૯માં પ્રસિધ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. ૧૯૯૮માં દેશની સંસદે તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષ્ઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. ૨૦૧૪માં તેમને ઁભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા.આમ અટલજી એક મૂલ્યનિષ્ઠ રાજનેતાની સાથોસાથ ઉતમ વકતા, ઉમદા લેખક, વિચારવાન વિચારક અને સાચા ઈન્સાન તો હતા જ પરંતુ એક સંવેદનશીલ કવિ પણ હતા. તેઓ પ્રજાસતાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ-અલગ ત્રણ સમયગાળા માટે પ્રધાનમંત્રી પદે રહી ચૂકયા હતા. અટલજી માત્ર રાજકીય વિચારધારા સાથે નહી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું છે, અટલ બિહારી વાજપેથી એક પ્રભાવશાળી નેતા અને મહાન વકતા હતા, જેઓ વિવિધ પુષ્ઠભૂમિ અને વિચારધારાઓના લોકોને સાથે લાવવાની તેમની ક્ષમતા માટે જાણીતા હતા.

 તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય હતા અને પાર્ટીના વિકાસમાં મહત્વની ભુમિકા ભજવી હતી. અટલબિહારી વાજપેયી એક કવિ અને લેખક હતા, તેમની કવિતા તેમની ઉઠાઈ અને સુંદરતા માટે વ્યાપકપણે વખણાઈ હતી. રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાનની માન્યતામાં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઁભારતરત્નઁ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અટલજીએ લોકોને મોટા સપના જોવા અને તેમના ધ્યેયો હાંસલ કરવા સખત મહેનત કરવાની -પ્રેરણા આપી હતી અને ભારતના વિકાસ અને પ્રગતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

 આજે સમગ્ર દેશ પોતાના ભારત રત્ન અટલજીને એક આદર્શ વિભૂતિ તરીકે રહયો છે. અટલજીએ પોતાની સરળતા અને સહજતાથી કરોડો ભારતીયોના હૃદયમાં એક અનાખુ સ્થાન ે બનાવ્યું હતુ. સમગ્ર દેશ અટલજીના યોગદાન પ્રત્યે કૃતજ્ઞ છે. અટલજીનું સમગ્ર જીવન સુશાન અને પ્રગતિના સિધ્ધાંતોને મૂર્તિમંત કરે છે. તેમ શ્રધ્ધેય અટલજીને જન્મદિવસ અંતર્ગત કોટી વંદન કરતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.(૩૮.૧૬)

(3:08 PM IST)