<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાલથી મુખ્યાજી પૂ.દિલીપકૃષ્ણ ઠાકુરજી મહારાજના વ્યાસાસને ભાગવત કથા

વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશેઃ ટ્રસ્ટની માનવ સેવાકીય પ્રવૃતિઓને વધુ વેગવંતી કરવા આયોજનઃ ટ્રસ્ટના હોદેદારો 'અકિલા'ના આંગણે

'અકિલા'ના કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ શ્રીમદ ભાગવત સપ્તાહની માહીતી આપતા મા ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદેદારો નજરે પડે છે.

રાજકોટ, તા. ,૨૫ઃ સેવાકીય પ્રતિઓમાં  અગ્રેસર માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાલે તા. ૨૬, ને ગુરૃવારના રામનગર શેરી નં. ૩, કોમન પ્લોટ શ્રીરામ મંદિર સામે, માલવીયા  કોલેજ પાસે ગોંડલ રોડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયુ છે. જેના વ્યાસાસને મથુરાની શ્રી બાલાકૃષ્ણ લાલ હવેલીના  મુખ્યાજી પ.પૂ. દિલીપકૃષ્ણ ઠાકુરજી મહારાજ  બિરાજીને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેની માહિતી 'અકિલા' ના મોભી શ્રીકિરીટભાઇ ગણાત્રા સમક્ષ આયોજકોમાં ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ નયનાબેન ગોહેલ, કોમલબેન પરમાર, જયોતિબેન પંડયા તથા માં ફાઉન્ડેશન ટીમે ર્વર્ણવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું કે માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સપ્તાહનું આયોજન સર્જીકલ સાધનોનું જરૃરિયાત મંદ દદીઓની સેવામાં  ઉપયોગ કરી માનવ ધર્મમાં સેવામાં ફાળો આપવાની પ્રયત્ન કરીએ છીએ તેમજ માનવ સેવા માટે જ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. માં ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નયનાબેન ગોહેલના  માધ્યમથી આપશ્રી ભકતજનોને વિનંતી કે આ સેવા યજ્ઞમાં આપની યથાશકિત પ્રમાણે સર્જીકલ સાધનો, તેમજ સાધનો ખરીદવા માટે ઇચ્છા શકિત પ્રમાણે ફાળો આપીને માનવ સેવા માં ભાગ લેવા વિનંતી કરાઇ છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવન આયોજનમાં ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નયનાબેન ગોહેલ અને તેમની ટીમનાં સાથ સહકારથી વિ. સ. ર૦૮૧ માગસર વદ-૧૧ ને ગુરૃવાર તા. ર૬-૧ર-ર૦ર૪ નાં શુભ દિવસે શ્રીમદ્ ભાગવત સપ્તાહ  જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસપીઠ પર શ્રી બાલાકૃષ્ણલાલ હવેલીનાં મુખ્યજી પ.પૂ. શ્રી દિલીપ કૃષ્ણ ઠાકુરજી મહારાજ બીરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું અમૃત પાન કરાવશે. સૌ ભાવિક ભકતો, કુટુંબજનો અમૃત પાન કરાવશે. સૌ ભાવિક ભકતો, કુટુંબજનો તથા સ્નેહિજનોને હાર્દિક આમંત્રણ છે, કે આ પાવન પ્રસંગે પધારી ધર્મ લાભ લો, અને ભગવત કૃપા પ્રાપ્ત કરવા આમંત્રણ પાઠવ્યું છે. કથાનો પ્રારંભ તા. ર૬ ને બપોરે ૩ કલાકે ગુરૃવારે થશે. કથાનો સમય બપોરે ૩ થી સાંજના ૭ સુધી રહેશે. વિરામ તા. ૧-૧-ર૦રપ ને બુધવારે સાંજે પ કલાકે થશે.

આ કથાનું આયોજનમાં ફાઉન્ડેશન ટ્રસ્ટની માનવ સેવાકિય પ્રવૃતિઓને વેગ મળે તે માટે કરવામાં આવેલ છે. સેવામાં ભાગ લેવા અથવા જરૃરીયાતમંદ દર્દીઓ હોય તો પ્રમુખ નયનાબેન ગોહેલનો (મો. ૯૯૧૩૦ ૬ર૪૧ર) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. (૪.૨૮)

મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માનવ સેવા

એજ પ્રભુ સેવા મંત્રને સાકાર કરવા કામગીરી

રાજકોટ, તા., રપઃ માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માનવ સેવા કલ્યાણ અર્થે માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્ર સાથે આ સંસ્થા દરિદ્ર નારાયણ માટે (ગરીબો માટે) વિવિધ સેવા આપી રહ્યા છે.

 જેમાં દર્દી માટે વિનામૂલ્યે સર્જીકલ સાધનો તેમજ ગરીબ બાળકો માટે વિનામૂલ્યે ભોજન ઠંડી મોસમમાં નિરાધાર માટે ધાબળા વિતરણ તેમજ ગર્ભવતી મહિલાઓ માટે પોસટિક આહાર તેમજ બહેનો માટે કાનૂની સહાય તેમજ સલાહ.  આવા અનેક સેવાકિય કર્યો સાથે જોડાયેલ છે.

હજુ  દરેક લોકો સુધી માનવ સેવા પહોંચે એ હેતુ લક્ષી ને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવા માટે જઇ  રહ્યા છે જેમા આપ સહુ દાતાઓની ઉદાર ભાવ સાથે  સહયોગ ની જરૃર છે કથા દ્વારા જે કંઈ ફંડ ફાળો તેમજ દાન આપના દ્વારા આપવા મા આવશે તે બધું સર્વદાન માનવ કલ્યાણ અર્થે, ગરીબ દર્દીના સર્જીકલ સાધાનો માટે વાપરવામાં આવશે.

માટે આપ આ સેવાકિય અને શ્રીમદ ભાગવત જેવા ભગીરથ કર્યોમાં કથાના માધ્યમ દ્વારા આપ સહુ આત્મીયજનોનોં સહયોગ તેમજ સાથની  અમોને જરૃર છે. માટે  કથાના મુખ્ય યજમાન બનવા માટે અથવા કથામાં સહભાગી બનવા માટે અમોને મદદ રૃપ થવા વિનંતી તેમ  માં ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.

(3:09 PM IST)