<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

બાબા સાહેબ આંબેડકરજી વિરૃધ્ધ બોલનાર-અવહેલના કરનાર કેન્દ્રિય ગૃહમંત્રી સામે તાકિદે કડક પગલા ભરો

ફરિયાદ કરવાની મંજૂરી આપીઃ રપ૦ જેટલા કાર્યકરો-આગેવાનોની રેલીઃ કલેકટર તથા પોલીસ કમિશ્નરને આવેદન

રાજકોટ તા. રપઃ અનુસુચિત જાતિ અને અનુ. જનજાતિના ર૦૦ થી રપ૦ આગેવાનો કાર્યકરોએ જય ભીમ અને આંબેડકરજી અમર રહો તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિરૃધ્ધ સુત્રોચ્ચાર પોકારી કલેકટર તથા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી જણાવેલ કે, હમારે આદર્શ મહામાનવ સંવિધાનિક રાષ્ટ્રપિતા કી સંસદ ભવન મેં સાર્વજનિક તૌર પર અવહેલના કરને વાલે ભારત સરકાર કે ગૃહમંત્રાલય કે મંત્રી પર બંધારણના નિયમો મુજબ પગલા લેવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, આપ સાહેબને માલુમ થાય કે, વર્તમાન ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમારે આદર્શ રાષ્ટ્રપિતા, વિશ્વવંદનીય નેતા કે બારેમેં સંસદ ભવનમેં તિરસ્કૃત ઉચ્ચારણ કિયા. એક વર્ગ, એક કોમ, એક સમુહ, એક નેતા કો ટાર્ગેટ કિયા, આવા ધૃણાસ્પદ શબ્દાર્થ કે સાથ રાષ્ટ્રીય તૌર પર લાપરવાહિ કરકે જન સુખાકારી, શાંતિ, સલામતિ કો આગચંપી કરકે ઉશ્કેરાટમેં બદલકર વૈમનસ્ય, વર્ગ વિગ્રહ કા જાતિવાદી ઉચાટ કિયા, ઔર બૌધ્ધીસત્વ પ્રબૌધ્ધ ભીમરાવ આંબેડકરજી કી સાર્વજનિક સદન સંસદ ભવનમેં જાતિગત અવમાનના કી હૈ.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય કે સંવિધાનિક પદ ગિરિમા કા નાગરિક સેવામેં ઉલ્લંઘન કિયા, સંસદ ભવનમેં અપરાધિક ઉચ્ચારણ કિયા, ઔર સંભાષણ દિયા. જેનાથી અમારા જેવા અનુયાયી અને આંબેડકરવાદી ઉપાસકો પ્રબુધ્ધ નાગરિકો કી શ્રધ્ધા ઔર આસ્થા કો ચોટ પહોંચાડાયા હૈ.

આથી કેન્દ્રિય ગૃહમંત્રી સામે કડક પગલા લેવા અંગે અને તેમની સામે ફરિયાદ કરવા અંગે અમારી માંગણી છે, તેમ આવેદનમાં અંતમાં ઉમેરાયું હતું. (૭.૩૦)

(3:12 PM IST)