<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કાલે મેડલી ગીતો પર કી બોર્ડમાં ડો. મલય પલાણનો વન મેન શો નો અનોખો કાર્યક્રમ

ગાયક કલાકારો ગીતો પિરસશેઃ સંગીત પ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટઃ મલય'સ મેજીક પાર્ટ ૧ અને ર ની અપ્રતિમ સફળતાથી પ્રેરાઇને ડો. મલય  પલાણ તેમની આજ શ્રેણીનો ભાગ ૩ લઇને તા. ર૬ ગુરૃવારે કેશવમ કાફે એન્ડ રેસ્ટોરન્ટ,કટારીયા ચોકડી પાસે, કાલાવડ રોડના બેન્કવેટ હોલ ખાતે રાત્રે એક હટકે કાર્યક્રમ થવાનો છે.

'વન મેન આર્મી'ની જેમ વન મેન ઓરકેસ્ટ્રા સમાન, હાલ જે અનપ્લગ્ડ ગીતોની મેડલી ખુબ લોકપ્રિય થઇ છે તેમ, ડો. મલય પલાણ કીબોર્ડ પર રજુ કરશે.

આ કાર્યક્રમમાં સહ આયોજક સર્વ ચૈતાલીબેન સંઘવી, મુક્ષા ઠકકર, પરેશ દાવેરા તેમજ મેઘલનો સહકાર સાંપડેલ છે.

આશરે ર૦ જેટલા રાજકોટના ચુનંદા ગાયકો-ગાયિકોએ તેમના કંઠે શ્રેષ્ઠ ગીતનો જાદુ રેલાવશે.

વિના મુલ્યે યોજાયેલ આ કાર્યક્રમ એ આ વર્ષનો તેમનો અંતિમ કાર્યક્રમ છે.

તસ્વીરમાં ડો. મલય પલાણ, ચેતાલીબેન સંઘવી, સુનિલ પારેખ નજરે પડે છે.

(3:19 PM IST)