<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

થર્ટી ફર્સ્‍ટ પૂર્વે પોલીસનું આકરૂ ચેકીંગઃ દારૂ પી વાહન હંકારતા ૨૭ અને છરી-તલવાર સાથે ૦૫ પકડાયા

રાજકોટ તા, ૨૫: થર્ટી  ફર્સ્‍ટ પૂર્વે પોલીસે અલગ-અલગ વિસ્‍તારમાં ચેકીંગ હાથધરી જુદા-જુદા વિસ્‍તારોમાં નશોકરી વાહન ચલાવનાર અને છરી અને તલવાર સાથે નીકળનારા સહિત ૩૨ શખ્‍સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ  પોલીસે કરેલી કામગીરીમાં એ ડિવિઝન પોલીસ મથકના સ્‍ટાફે લોહાનગર ટેલિફોન એક્‍સચેન્‍જ બીએસએનએલ વાળા રોડ પરથી જગદીશ બચુભાઈ વાઘેલા નામના રિક્ષાચાલક, લોધાવડ ચોક પાસેથી કિસાન કરસનદાસ દાણીધારીયા નામના બાઈક ચાલક, બી ડિવિઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પરથી અરુણ ઉર્ફે આયદન ઉકાભાઇ મકવાણા નામના રીક્ષાચાલક, સંત કબીર રોડ પાસેથી જીતેશ બાબુભાઈ ભદ્રા નામના કારચાલકને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. કુવાડવા રોડ પોલીસે રાજકોટ અમદાવાદ હાઈવે પર નવાગામ પાસે અજય દિનેશભાઈ ડાભી નામના રીક્ષાચાલક, એરપોર્ટ પોલીસે અમદાવાદ નેશનલ હાઇવે પ એરપોર્ટના રસ્‍તા પાસેથી જીવણ અમરશીભાઈ જખાણીયા નામના બાઈકચાલક, ભક્‍તિનગર પોલીસે સહકાર મેઇન રોડ ત્રિશુલ ચોક પાસેથી આશિષ અનંતરાય ભટ્ટ, બોલબાલા માર્ગ પરથી જીગ્નેશ સોમાભાઈ સોલંકી, રાજુ સંતરામ ચોરસીયા નામના બાઈક ચાલકને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.

થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી પ્રવીણ ઉર્ફે ભૂરો દુદાભાઈ પરમાર નામના રિક્ષચાલક, અશોક હીરજીભાઈ ગોહેલ નામના બાઇકચાલકને નશાની હાલતમાં ઝડપી લીધો હતો. એલસીબી ઝોન-૨ ની ટીમે રામાપીર ચોકડી પાસે ગણેશ રેસ્‍ટોરન્‍ટ નજીકથી હરિ ઓમસિંહ નરપતસિંહ જાડેજા નામના કારચાલકને તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક પાસેથી અમિત ઉપેન્‍દ્રભાઈ રાઠોડ નામના બાઈક ચાલક, રૈયા રોડ આઝાદ ચોક પાસેથી સાગર વિપુલભાઈ હેરમાં નામના બાઈક ચાલકને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે રૈયાધાર પાસેથી લલિત કાળુસિંહ સોની, આકાશવાણી ચોક પાસેથી અભિષેક દિનેશભાઈ રાઠોડ, અવધના ઢાળ પાસેથી અમિત છગનભાઈ બુટાણી નામના વાહન ચાલકને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.

માલવીયાનગર પોલીસે સરદારનગર મેઇન રોડ પર પતંજલિ સ્‍કૂલ પાસેથી ધરમ બહાદુર બીસ્‍ટ, તાલુકા પોલીસે મોટા મવા કણકોટ રોડ પરથી વિપુલ કાળુભાઈ જેઠવા, એ ડિવિઝન પોલીસે ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન પાસેથી ગોવિંદ ભાણાભાઈ સોલંકી, લોહાનગર પાસેથી આશિષ રણછોડભાઈ રબારી, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી લાલજી વિનુભાઈ સારોલા, ભક્‍તિનગર પોલીસે ત્રિશુલ ચોક પાસેથી કાનજી મનસુખભાઈ ચૌહાણ, બોલબાલા માર્ગ પરથી શૈલેષ દેવજીભાઈ કડવાણી,પ્ર.નગર પોલીસે કીટીપરા પાસેથી હિન્‍દા છગનભાઈ મકવાણાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. આ સિવાય શહેર પોલીસે ગઈકાલે ચેકિંગ દરમિયાન શહેરના અલગ-અલગ સ્‍થળોએથી ચાર શખસોને છરી સાથે જ્‍યારે એક શખસને તલવાર સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3:36 PM IST)