<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ભારતમાં આઈટી ક્ષેત્રે ૧૦ લાખ ‘એઆઈ' નિષ્‍ણાંતોની જરૂરઃ હરીશ મહેતા

દેશમાં આઈટી ક્રાંતિ સર્જન

રાજકોટ : નાસકોમ એટલે નેશનલ એસોશીયેશન ઓફ સોફ્‌ટવેયર એન્‍ડ સર્વિસ કંપની, જે સંસ્‍થા એ આજે ભારતમાં ઇન્‍ફોર્મેશન ટેક્રોલોજી (આઈ.ટી.) ક્ષેત્રે એવી ક્રાંતિ સર્જી છે કે જેને કારણે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનાં અર્થતંત્રમાં સેવા ક્ષેત્રે જે આવક છે તેમાં આઈ.ટી. ક્ષેત્ર જ એકલું માત્ર ૩૫૦ બિલિયન ડોલર (અંદાજે ૨૯૮ લાખ કરોડ રૂપિયા) જેટલું યોગદાન આપશે, તેવી વાત નાસકોમનાં પાયાનાં પથ્‍થર એવા મૂળ અમરેલીનાં વતની એવા શ્રી હરીશભાઈ મેહતાએ અકિલાનાં મેનેજીંગ તંત્રી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચાય પે ચર્ચા કરતા કરતા જણાવ્‍યું હતું.

રવિવારની સવાર ગુલાબી ઠંડીમાં હરીશભાઈ મેહતા અકિલાનાં મહેમાન બન્‍યા હતા, તેઓએ શનિવારે આર.કે. યુનિવર્સીટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને આર.કે. યુનિવર્સીટીએ તેમને ડી.લીટ.ની પદવીથી સન્‍માનિત કર્યા છે.

રવિવારે મુંબઈ પરત ફરતા પહેલા હરીશભાઈએ સમય ફાળવીને અકિલા અખબારનાં વડીલ મોભી મેનેજીંગ તંત્રી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા અને એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષ ગણાત્રા જોડે એક ઔપચારિક મુલાકાત કરી હતી, હરીશભાઈ સાથે ભાસ્‍કર જૂથનાં ડીએનએ અખબારનાં ગુજરાત સંસ્‍કરણનાં ભૂતપૂર્વ તંત્રી, તેમજ ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલ, કક્કો મીડિયાનાં સર્વેસર્વા અને હાલ ભાવાન્‍સ સંસ્‍થાનાં ડાયરેક્‍ટર મૂળ રાજકોટનાં વતની એવા શ્રી શ્‍યામ પારેખ અને પ્રોફેસર ધીમંત કારીયા પણ હરીશભાઈ સાથે આ મુલાકાતમાં જોડાયા હતા.

હરીશભાઈએ ભારતની અર્થવ્‍યવસ્‍થાથી લઈને આઈ.ટી. ક્ષેત્રની ઘણી ચર્ચાઓ કરી, જેમાં તેમણે આઈ.ટી. ક્ષેત્રે ભારતે કેવી હરણફાળ ભરી છે તે સમજાવતા કહ્યું હતું કે, તાજેતરમાં જ નાસકોમની યોજાયેલી એક મિટિંગમાં ભારતે ૨૪૩ બિલિયન ડોલરનું યોગદાન ભારતનાં અર્થતંત્રમાં કર્યું છે જે, વર્ષ ૨૦૩૦ સુધી ૩૫૦ બિલિયન ડોલર આંબશે તેવો એક અંદાજ પણ મુકાયો છે.

ભારતનાં અર્થતંત્રમાં હાલનું જે આઈ.ટી. ક્ષેત્રનું સેવા ક્ષેત્રે યોગદાન છે તેનું ભારતીય રૂપિયામાં મૂલ્‍યાંકન કરીયે તો ૨૧ લાખ કરોડ આંબે છે, તેનાં પર શ્‍યામ પારેખે પોતાનું મંતવ્‍ય આપતા જાણવાયું હતું કે, આ યોગદાન સાઉદી રાષ્‍ટ્રની અર્થવ્‍યવસ્‍થામાં તેલ અને ક્રૂડ કોમોડિટીનું યોગદાન છે તેની આસપાસ છે.

સાઉદી અરેબિયાનાં અર્થતંત્રમાં કાચાતેલનાં ઉત્‍પાદન થકી થતી હાલની અંદાજિત આવક અંદાજે ૨૭૧ બિલિયન ડોલર (અંદાજે ભારતીય મૂલ્‍ય પ્રમાણે ૨૩ લાખ કરોડની આળે ગાળે) છે, જ્‍યારે ભારતીય અર્થતંત્રમાં સેવાક્ષેત્રે આઈ.ટી. ક્ષેત્ર થકી થતી આવક ૨૪૩ બિલિયન ડોલર (અંદાજે ભારતીય ચલણનાં મૂલ્‍ય પ્રમાણે ૨૧ લાખ કરોડની આળે ગાળે) છે, જે વધીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૫૦ બિલિયન ડોલર (અંદાજે ભારતીય ચલણ મૂલ્‍ય પ્રમાણે ૩૦ લાખ કરોડ આળે ગાળે) પહોંચાડવાનો લક્ષયાંક નાસકોમે આંકયો છે.

ગગડતો રૂપિયો આ દિશામાં નુકસાનકારક રહેશે કે ફાયદો કરાવશે(?) કારણ કે, એક તરફ ભારતીય આઈ.ટી. પ્રોડક્‍ટ્‍સ ખાસ કરીને સોફ્‌ટવેયરની નિકાસ હાથ ધરવામાં આવે છે જે ડોલરનું ભંડોળ મજબૂત કરવામાં મદદરૂપ થાય છે, તો બીજી તરફ એ.આઈ., કલાઉડ કોમ્‍પ્‍યુટીંગ, ઈન્‍ટરનેટ ઓફ થીંગ્‍સ (આઈ.ઓ.ટી.), બિગ ડેટા જેવા પ્રકલ્‍પો માટેનાં આઈ.ટી. પ્રોપ્રાયટરી સોફ્‌ટવેયર અને પ્‍લેટફોર્મ્‍સનાં લાયસન્‍સ માટે એ ચુકવણું ડોલરમાં કરવું પડે છે, તેનો જવાબ આપતા હરીશભાઈએ કહ્યું કે, બહુ મોટો ફરક આ દિશામાં હું નથી જોઈ રહ્યો કારણ કે ગગડતો રૂપિયો નિકાસ માટે સારો સાબિત થઈ રહ્યો છે.

હાલની વૈશ્વિક પરિસ્‍થિતિઓ જેમાં મધ્‍ય પૂર્વીય રાષ્‍ટ્રો (ઈઝરાયેલ-પેલેસ્‍ટાઈન-સીરિયા વગેરે) અને યુરેશિયામાં (યુક્રેઈન-રશિયામાં) જ્‍યારે યુદ્ધનું માહોલ છે તેવી પરિસ્‍થિતિમાં ભારતનાં આઈટી ઉદ્યોગને કેવી રીતે અસર કરી શકે તે તેનો જવાબ આપતા હરીશભાઈએ કહ્યું કે, નફામાં નુકસાની જેવો ઘાટ સર્જાય, નવો ધંધો મેળવવો થોડું અઘરું બને પણ આઈ.ટી. ક્ષેત્ર એ એકાઉન્‍ટન્‍ટ (નામું લખનારા મુનીમ કે મહેતાજી) જેવું છે જેમાં કંપની બંધ થાય તો પણ એકાઉન્‍ટન્‍ટની તો જરૂર પડે જ પડે!

આઈ.ટી. ક્ષેત્રે આવેલી ડિસરપ્‍ટિવ ટેક્રોલોજી પણ મહદંશે આઈ.ટી. ક્ષેત્રે રહેલી નોકરીની તકો સામે પડકારો સર્જી શકે છે તેવી વાતને સ્‍વીકારતા હરીશભાઈએ જણાવ્‍યું હતું કે, એવી પરિસ્‍થિતિમાં પણ આઈ.ટી. ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો રહેલી છે કારણ કે ભારતમાં હાલમાં ૧૦ લાખ આર્ટિફિશિયલ ઈન્‍ટલેજિન્‍સ (એઆઈ) નિષ્‍ણાંતોની જરૂર છે.

મૂળભૂત રીતે અમરેલીનાં વતની હોવાથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિસ્‍તારમાં આઈ.ટી. ક્ષેત્રે કેવું ભવિષ્‍ય તેઓ જોઈ રહ્યા છે, તે મુદ્દે ભાર મુકતા હરીશભાઈએ જણાવ્‍યું હતું કે, આઈ.ટી. સેવાઓની જરૂર આજે કયાં ક્ષેત્રમાં નથી, સ્‍વાસ્‍થ્‍ય, કળષિ, ઉત્‍પાદન, સેવાઓ વગેરે વગેરે આઈ.ટી. સેવાઓની પુષ્‍કળ તકો ધરબાયેલી પડી છે, એક સમયે ગુજરાત સરકારને વર્ષ ૧૯૯૫માં નાસકોમે અમુક આંકાડાઓ આપીને ગુજરાતમાં આઈ.ટી.ક્ષેત્રે રહેલી ભરપૂર તકો વિષે અવગત કરાવવાનો પ્રયત્‍ન કર્યો હતો, પણ કોઈપણ કારણોસર હજુ ગુજરાતમાં મૂળભૂત રૂઢિગત રીતે કરવામાં આવતા વેપાર-ઉદ્યોગ અને ધંધાનાં માળખાને જોતા એ દિશામાં જોઈએ તેવું કાર્ય શકય બની શકયું ના હતું, પણ જો આ દિશામાં ગુજરાતી પ્રજા થોડો પોતાનો વેપારી અભિગમ (ટ્રેડિંગ માઈન્‍ડસેટ) બદલીને જુએ. તો આ ક્ષેત્રમાં ચોક્કસ વિપુલ તકો સમાયેલી છે.

તાજેતરમાં શ્રી હરીશભાઈ મહેતાએ અંગ્રેજી ભાષામાં ભારતમાં આઈટી ક્ષેત્રે નાસ્‍કોમએ કેવી રીતે ક્રાંતિ સર્જી છે તે વિષય વસ્‍તુ પરનું પુસ્‍તક ‘ધ મેવેરિક ઈફેક્‍ટ' જાતે લખ્‍યું છે જે આ સ્‍વપ્‍નદ્રષ્ટાના આ જૂથની અસાધારણ વાર્તા છે જેણે એક રાષ્‍ટ્રને આઈટી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કઈ રીતે સંગઠિત થયા હતા, હાથ મિલાવ્‍યા હતા અને તે અભિગમને પણ બદલ્‍યો હતો જેના દ્વારા વિશ્વ ભારત તરફ જુએ છે. આજે આヘર્યજનક રીતે $૨૪૩ બિલિયન (~૨૪૩ અબજ અમેરિકી ડોલર)નું મૂલ્‍ય ધરાવતો ભારતીય IT ઉદ્યોગ ૪૦ લાખથી વધુ લોકોને સીધી રોજગારી આપે છે. તે ફોરેક્‍સની સૌથી મોટી કમાણી કરનાર છે અને આઈટી ક્ષેત્રએ લાખો ભારતીયોને ગરીબી દૂર કરવામાં અને મધ્‍યમ આવક ધરાવતા જૂથમાં વધારો કરવામાં મદદ કરી છે. પ્રામાણિક, નિખાલસ અને પ્રેરણાદાયી, હરીશ મહેતાની સફર સાબિત કરે છે કે જો નિરંતર રીતે સંગઠિત થઈને કોઈ કાર્ય હાથ ધરવામાં આવે તો એક સંગઠનાત્‍મક અને હકારાત્‍મક ઉર્જા કોઈ સ્‍વપ્ન અશકય નથી.  ‘ધ મેવરિક ઈફેક્‍ટ'નું ગુજરાતી ભાષામાં અનુવાદ શ્‍યામ પારેખે કર્યું છે અને આ પુસ્‍તકોનું અંગ્રેજી અને ગુજરાતી સંસ્‍કરણ  એમેઝોન પર ઉપલબ્‍ધ  છે.

તસ્‍વીરમાં શ્રી હરીશભાઈ મહેતા અને શ્રી શ્‍યામભાઈ પારેખ સાથે અકિલા પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, જાણીતા પત્રકાર ડેટલાઈન ગુજરાતના સીઈઓ શ્રી હિમાંશુ ભાયાણી નજરે પડે છે. (તસ્‍વીરોઃ રમેશ ટંકારીયા)

(10:36 AM IST)