News of Thursday, 26th December 2024
હૈદરાબાદથી ૫.૯૪ લાખનું ચરસ લાવનાર ફર્નિચરનો કારીગર અક્ષય અને રિક્ષાચાલક શબ્બીરને એસઓજીએ દબોચ્યા
માદક પદાર્થનો નશો કરવાના રવાડે ચડયા પછી પેડલર બની વેંચવા પણ માંડયા હતાં : પડીકીઓ બનાવી વેંચે એ પહેલા ભાવનર રોડ શોૈચાલય પાસેથી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ મજીરાણા, એએસઆઇ ડી. બી. ખેર, વિરેન્દ્રસિંહ જાડેજાની ટીમે પકડયાઃ ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની બાતમીઃ થોરાળા પીઆઇ વાઘેલા અને પીએસઆઇ મહેશ્વરીની તપાસમાં વિશેષ વિગતો બહાર આવી : ૩૧મી ડિસેમ્બર અંતર્ગત કમાણી કરી લેવાની લાલચે ૩.૯૬૫ કિ.ગ્રા. ચરસ લાવ્યા હતાં: સીએનજી રિક્ષાની સીટ નીચે છુપાવ્યું હતું

રાજકોટ તા. ૨૬: શહેરમાં દારૂ ઉપરાંત માદક પદાર્થના બંધાણીઓમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ ગયો છે. શહેર એસઓજી સમયાંતરે માદક પદાર્થની હેરાફેરીની પર્દાફાશ કરતી રહે છે. જો કે આ દૂષણ કાયમી ધોરણે ડામી શકાયું નથી. વધુ એક વખત શહેર એસઓજીની ટીમે ચોક્કસ બાતમી પરથી ભાવનગર રોડ શાળા નં. ૧૩ની બાજુમાં જાહેર શોૈચાલયવાળી શેરીમાંથી ફર્નિચર કામના કારીગર અને રિક્ષાચાલકને રિક્ષામાં સીટ નીચે છુપાવી રાખેલા રૂા. ૫,૯૪,૭૫૦ની કિંમતના ૩.૯૬૫ કિલોગ્રામ ચરસ સાથે પકડી લઇ થોરાળા પોલીસને સોંપ્યા છે. થોરાળા પોલીસની તપાસમાં આ બંને આગામી ૩૧મી ડિસેમ્બર અંતર્ગત ચરસ વેંચી રોકડી કરવાની લાલચે હૈદરાબાદથી લાવ્યાની પ્રાથમિક વિગતો ખુલી છે. આ બંને નશો કરવાના બંધાણી છે અને હવે પોતે પેડલર પણ બની ગયા છે. અગાઉ કેટલી વખત આવો પદાર્થ લાવ્યા? રાજકોટમાં કોને કોને આપે છે? તે સહિતની વિગતો હવે પછી બહાર આવશે.
શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવવા અને યુવાધનને નશાના રવાડે ચડતું રોકવા એસઓજીની ટીમ સે નો ટુ ડ્રગ્સ મિશન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ફિરોઝભાઇ રાઠોડ અને કોન્સ. હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમી પરથી ભાવનગર રોડ શોૈચાલયવાળી શેરીમાં જીજે૦૩સીટી-૦૨૨૪ નંબરની સીએનજી રિક્ષા આંતરી તપાસ કરતાં સીટ નીચેથી સેલોટેપથી વીંટેલુ એક પડીકુ મળી આવ્યું હતું. તેમાં કોફી કલર જેવો પદાર્થ હોઇ એફએસએલ અધિકારી એસ. એચ. ઉપાધ્યાયને બોલાવી તપાસ કરાવતાં આ પદાર્થ ચરસ હોવાનું ખુલ્યું હતું.
પોલીસે રિક્ષાચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ શબ્બીર સલિમભાઇ શેખ (ઉ.વ.૩૨-રહે. લલુડી વોંકળી ધોબી ચોક પાસેની શેરી, ભાડાના મકાનમાં, મુળ લખોૈ યુપી) તથા સાથેના બીજા શખ્સે પોતાનું નામ અક્ષય કિશોરભાઇ કથરેચા (ઉ.વ.૨૭-રહે. સહકાર મેઇન રોડ કલ્યાણ સોસાયટી-૧ સૂર્યકૃપા મકાન, મુળ અરડોઇ તા. કોટડા સાંગાણી) જણાવ્યું હતું. આ શખ્સે પોતે ફર્નિચર કામની મજૂરી કરતો હોવાનું કહ્યું હતું. બંને પાસેથી ૫,૯૪,૭૫૦ની કિંમતનું ૩.૯૬૫ કિ.ગ્રા. ચરસ મળ્યું હોઇ તે તથા ૧૫ હજારના બે મોબાઇલ ફોન, ૫૦ હજારની રિક્ષા મળી કુલ ૬,૫૯,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ગુનો દાખલ કરાવી બંનેને વિશેષ તપાસ માટે ત્યાં સોંપાયા હતાં.
પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરી, ભરતસિંહ પરમાર, રાજેશભાઇ મેર સહિતની ટીમે વિશેષ તપાસ કરતાં આ બંને શખ્સોએ પોતે મિત્ર હોવાનું અને પોતે પણ માદક પદાર્થના નશાના બંધાણી હોઇ હૈદરાબાદથી પીવા માટે લાવ્યાનું રટણ કર્યુ હતું.
જો કે હાલમાં ૩૧મી ડિસેમ્બર આવી રહી હોઇ બંધાણીઓને પડીકીઓ બનાવી વેંચીને રોકડી કરવાના ઇરાદે આ ચરસ લાવ્યાની શક્યતા છે. મુળ લખનોૈ યુપીનો શબ્બીર વર્ષોથી લલુડી વોંકળીમાં ભાડેથી રહે છે અને તેને એક દિકરો તથા એક દિકરી છે. તે રિક્ષા હંકારે છે. હૈદરાબાદ સુધી તેનું કનેક્શન હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે. જ્યારે અક્ષય ફર્નિચરની મજુરી કરે છે. તેનો ભાઇ રિક્ષા હંકારે છે. પોલીસે તેને બોલાવતાં તે ભાઇના કરતુત જાણી રડવા માંડયો હતો. ઝડપાયેલા બંનેના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ ધર્મેશભાઇ ખેર, વિરેન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, હરદેવસિંહ વાળા, ડ્રા.એએસઆઇ કૃષ્ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૫)
(3:06 PM IST)










