તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
બા-બહુ ઓર બેટી બ્યુટી કોન્ટેસ્ટ વીથ હાઉઝી કાર્યક્રમ
જેસીઆઇ રાજકોટ યુવા, મીરા લેડીઝ કલબ અને મોદી કેર ગૃપ દ્વારા ૪ જાન્યુઆરીના ૧પ વર્ષથી ૬૦ કે તેથી વધુ ઉંમરના બહેનો ભાગ લેશેઃ વિજેતા બહેનોને ઇનામોથી નવાજાશે

રાજકોટઃ જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા મીરા લેડીઝ કલબ, મોદીકેર ગૃપના સંયુકત ઉપક્રમે તા.૪ જાન્યુઆરીના રોજ રાજકોટની મહિલાઓ માટે એક જબરદસ્ત કાર્યક્રમ બા-બહુ ઔર બેટી ફેશન શો વીથ હાઉઝીનું આયોજન થયું છે.
આ સમગ્ર શો ભારતીય સંસ્કૃતીના અનુરૂપ રહેશે. આ શો માં ચાર ગૃપ પાડવામાં આવશે. જેમકે, એ-ગૃપ ૧પ થી ૩પ વર્ષ સુધી, બી-ગૃપ ૩પ થી ૪પ વર્ષ સુધી, સી-ગૃપ ૪પ થી ૬૦ સુધી અને ડી-ગૃપ ૬૦થી ઉપરના બહેનો તેમાં ભાગ લઇ શકશે. દરેક કેટેગરીમાં અલગ અલગ રીતે વિનર્સ જજ દ્વારા નિર્ણાયક પધ્ધતીથી જાહેર કરવામાં આવશે અને પછી તેમને સન્માનીત કરવામાં આવશે. આ કોમ્પીટીશનની ફી રૂા.૧પ૦ રાખેલ છે અને સાથે જ હાઉઝી પ્રોગ્રામ તેની ફી રૂા.૧૦૦ રાખવામાં આવેલ છે. રૂા.૧૦૦ માં હાઉઝી ગેમ ડબલ ટીકીટમાં રમાડવામાં આવશે અને વિનરોને ઇનામ આપીને જાહેરમાં સન્માનીત કરવામાં આવશે.
ભાગ લેનાર તમામ મહિલાઓને પ્રોત્સાહીત કરવામાં માટે અનેક ફ્રી ગીફટ એક કીટ આપવામાં આવશે. તેમાં પ૦૦ ગ્રામનું એપલ બેસનનું પેકેટ મેમીપોકોના સેનેટરી પેડ, ગોકુલ નમકીન દ્વારા ડ્રાય નાસ્તા પેકેટ, હંસેલ બાર બ્યુટી પાર્લર દ્વારા કોસ્મેટીક વસ્તુ આપવામાં આવશે. ગોકુલ હોસ્પિટલ,વિદ્યાનગર મેઇન રોડ, એકવાફાઇ ડેરમા, કલીન ચીક, ક્રિએટીવ, વિકાસ સ્ટવનો સહયોગ મળી રહયાંનું યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમ રેડ થીમ રાખવામાં આવેલ છે. જેમાં રેડ વષાો, ગોલ્ડન આભુષણોથી સજજ (તૈયાર થઇ)રેમ્પ વોક કરવાનું રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની વિશેષ માહીતી માટે બિન્દુબેન ચાંદરાણી મો.૯૪ર૭પ ૯પર૬૦, શીલા ચંદારાણા મો.૯પ૮૬૪ ૯૪૪૩૦, કાનન આડતીયા મો.૮૯૮૦૭ રર૪પ૬, અલ્પા શેઠ મો.૯૭ર૪૭ પ૬૮૧૦, ક્રિના માંડવીયા મો.૯પ૩૭ર ૦૧૩૭૭ નો સંપર્ક કરવો.આયોજનમાં મૃદુલાબેન હરખાણી, વર્ષાબેન સાતા, પલવીબેન ઠકકર, દિપ્તીબેન ગોકાણી, જેસી વૈશાલી પરમાર, બીન્દુબેન ચાંદરાણી, શીલા ચંદારાણા, કાનન આડતીયા, ધારાબેન શેઠ, જોડાયા છે.
આ કાર્યક્રમ તા.૪ જાન્યુઆરીના નવદુર્ગા હોલ, યુનિવર્સીટી રોડ, ધોળકીયા સ્કુલ સામે, રાજકોટ ખાતે બપોરે ૩ વાગ્યેથી યોજાશે તેમ બીન્દુબેન ચાંદરાણીની યાદીમાં જણાવેલ છે.
(2:43 PM IST)










