News of Thursday, 26th December 2024
આગલા ઘરની બાળકીને લઇ નાસી છુટેલ ભાડલાના અક્ષયની શોધખોળ

રાજકોટ, તા., ર૬: ભાડલામાં આગલા ઘરની ૪ વર્ષની બાળકીને લઇ નાસી છુટેલ શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત મુજબ અક્ષય રમેશભાઈ ચૌહાણ, ઉ. ૨૮ રહે ભાડલા તા.જસદણ,જી. રાજકોટ હાલની પત્ની સાથે ઝઘડો કરી આગલા ઘરની બાળકી ઉ.વ. ૪ ની ને લઈ ને તા.૨૫/૧૨/૨૫ ના રોજ ઘરેથી નીકળી જતા આ અંગે ભાડલા પોલીસમાં ફરીયાદ થઇ છે. નાસી છુટેલ અક્ષય પાસે રોકડ રકમ કે મોબાઈલ નથી ,રખડતો રહે છે ધર્મશાળા સદાવ્રત રેલવે સ્ટેશન બસ સ્ટેશન મંદિર કે એવી કોઈ પણ જગ્યા કે જ્યાં મફતમાં રહેવા-જમવાની સગવડ મળી રહે એમ હોય ત્યાં પડયો રહે છે. આ શખ્સ વિશે કોઇને જાણ થાય તો ભાડલા પો સ્ટે પો. સ.ઇ. કામળિયા મો. નં. ૭૯૯૦૦૨૩૭૯૮ ઉપર જાણ કરવા વિનંતી છે.
(3:03 PM IST)










