News of Thursday, 26th December 2024
જૂગારની મોસમ ખીલીઃ ત્રણ દરોડામાં ૧૪ મહિલા સહિત ૨૫ પત્તાપ્રેમીઓ ઝપટે ચડયા
યુનિવર્સિટી પોલીસનો રૈયા રોડ સીટી સેરેનીટી એપાર્ટમેન્ટમાં, તાલુકા પોલીસનો રસુલપરામાં અને થોરાળા પોલીસનો દૂધની ડેરી પાસે હાઉસીંગ બોર્ડમાં દરોડોઃ ૯૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૨૬: શહેરમાં જૂગારની મોસમ ખીલી ગઇ હોય તેમ ઠેકઠેકાણે પત્તાપ્રેમીઓ પત્તા ટીચવા બેસી ગયા હતાં. જો કે પોલીસે દરોડા પાડી રંગમાં ભંગ પાડયો હતો. ત્રણ સ્થળે જૂગારના દરોડામાં ૧૪ મહિલા સહિત ૨૫ને પોલીસે પકડી લઇ ૯૦ હજારની રોકડ કબ્જે કરી હતી. યુનિવર્સિટી પોલીસ, તાલુકા પોલીસ અને થોરાળા પોલીસે રૈયા રોડ પરના એપાર્ટમેન્ટમાં, રસુલપરામાં અને દૂધની ડેરી પાસે હાઉસીંગ સોસાયટીમાં દરોડા પાડયા હતાં.
યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી રૈયા રોડ તુલસી મોલ સામે સીટી સરેનેટી એપાર્ટમેન્ટ સી-વીંગ ૩૦૨ નંબરના ફલેટમાં દરોડો પાડી ઘરધણી હેતલબેન રાજેન્દ્રભાઇ ડાભી, નજકપુર સોસાયટી-૯ બ્લોક ૨૮૫ના નીતાબેન પંકજભાઇ જોટાંગીયા, ઓમનગર સર્કલ પ્રિયદર્શન સોસાયટી-૧ના અક્ષતાબેન મુકેશભાઇ પટેલ, શ્રીનાથજી સોસાયટી-૬ મવડી પ્લોટના ભારતીબેન સંજયભાઇ રાઠોડ, મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૭ના મંજુબેન ભાનુભાઇ ગુજરાતી, ગાંધીગ્રામ-૪/૨ના ખુણે રહેતાં અલ્કાબેન દિલીપભાઇ સોમૈયાને જુગાર રમતાં પકડી લઇ રૂા. ૬૦ હજારની રોકડ કબ્જે કરી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. કારેથા, એએસઆઇ હાર્દિકભાઇ રવૈયા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જયસિંહ ઝાલા, કોન્સ. સંજય ઠાકર સહિતે આ દરોડો પાડયો હતો.
જ્યારે કોઠારીયા સોલવન્ટ રસુલપરા-૨૯માં અહેમદે મસ્જીદ પાછળ શહેનાઝબેન ઇલ્યાસભાઇ દોઢીયાના ઘર પાસે જૂગાર રમાતો હોવાની બાતમી તાલુકા પોલીસના એએસઆઇ સ્મીતાબેન નિમ્બાર્ક, કોન્સ. ઉગાભાઇ બાળાને મળતાં દરોડો પાડી શહેનાઝબેન તથા આ વિસ્તારના અમીનાબેન ઓસમાણભાઇ સમા, મુમતાઝબેન સલીમભાઇ હોથી, પુનિતનગર ખોડિયારનગર-૬ના શબાનાબેન હમીદભાઇ કઇડા, રસુલપરા-૨૯ના હકુબને હકીમભાઇ બુકેરા, ખોડિયારનગર-૬ના રીઝવાનાબેન રીઝવાનભાઇ નકાણી, બાબરીયા કોલોનીના રૂબીનાબેન ઇમ્તિયાઝભાઇ સપા, નીકાવાના અફસાનાબેન રફીકભાઇ નકાણી, બાબરીયાના ઇમ્તિયાઝ ઇબ્રાહીમભાઇ સપા, રસુલપરાના આસીફ મોહમદભાઇ સૈયદ અને રાજન જુમાભાઇ દલને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૫૮૦૦ કબ્જે લીધા હતાં. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ ડી. સી. જોષી સહિતે આ કામગીરી કરી હતી.
ત્રીજા દરોડામાં થોરાળા પોલીસે દૂધની ડેરી નજીક ગુ.હા. બોર્ડ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૮ના ખુણે દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચી રહેલા આકાશદીપ-૮/૧૨ના સંદિપ જીતેન્દ્રભાઇ પંડયા, ગંજીવાડા-૩૩ના વિનોદ બીજલભાઇ સાબલીયા, પાટીદાર રેસીડેન્સી સાધુ વાસવાણી રોડના મહેન્દ્ર છગનભાઇ પટેલ, રામેશ્વર પાર્ક-૩ના સલિમ અબ્દુલભાઇ કારીયાણીયા, સુંદરમ્ પાર્ક-૨ના હિતેશ ઉર્ફ લાલો પ્રભાતભાઇ લાવડીયા, રિધ્ધી સિધ્ધી-૩ના રફિક બાવામિયા કાદરી અને આકાશદિપ સોસાયટી-૮ના કિરીટ યશવંતભાઇ નાંઢાને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૧૪૩૩૦ રોકડા કબ્જે લીધા હતાં. પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, પ્રકાશભાઇ ચાવડા, રાજેશભાઇ બાલસરા, જયરાજસિંહ કોટીલા સહિતે આ દરોડો પાડયો હતો.
(3:06 PM IST)










