News of Thursday, 26th December 2024
કોઠારીયાની સર્વે નં. ૮૫ની બાજુમાં આવેલ સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ બેફામ : બોગસ દસ્તાવેજ અંગેની રાવ
બનાવટી સ્ટેમ્પ પેપર કર્મી : બોગસ આધાર-પૂરાવાથી લાઇટના પોલ નખાવ્યાની ફરિયાદ : કલેકટરને તાકિદે ફરિયાદ અરજી કરતા ત્યાંના રહેવાસી આનંદ જાવીયા

કલેકટરને ફરીયાદ કરનાર આનંદ જાવીયાએ ફરીયાદ સાથે ફોટા પણ મોકલ્યાનું બહાર આવ્યું છે.
રાજકોટ,તા.૨૬: રામ રણુજા સોસાયટી મેઇન રોડ ખાતે રહેતા આનંદભાઇ જાવીયાએ કલેકટરને ફરીયાદ અરજી પાઠવી કોઠારીયાના સર્વે નં.૮૫ ની બાજુમાં આવેલ સરકારી જમીનનું, ગેર-કાયદેસર બોગસ દસ્તાવેજ કરી વેચાણ કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ફરિયાદમાં ઉમેર્યુ છે કે રાજકોટ શહેર કોઠારીયાના વોડ નં.૧૮ માં આવેલ સર્વે નં ૮૫ રામરણુજા સોસાયટીના રહેવાસી તરીકે આપ કલેક્ટરને જણાવાનું કે, અમારી સોસાયટીની બાજુમાં નદીકાંઠાના વિસ્તાર પાસે આવેલ સરકારી જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ગેર-કાયદેસર આધાર પુરાવો તેમજ બનાવટી બોગસ દસ્તાવેજો બનાવી સ્ટેમ્પ પેપર લખાણ કરી ગુજરાત રાજ્યના સ્થાનિક અશિક્ષિત પરિવારના લોકો તેમજ પરપ્રાંતીઓને આ જમીન બિનઅધિકળત રીતે વેચાણ કરવામાં આવી રહું છે.
પ્રતિ દિન આ જમીનનું વેચાણ વધતા અમે સ્થાનિક રહેવાસીઓ આ ભૂમાફિયાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સરકારી જમીન પર વર્ષો પહેલા ગાય-ભેસો બાંધી કબ્જો જમાવી મળત વકતીઓ ના નામે મોટા-મોટા વંડા તેમજ મકાનો ના બનાવટી લખાણ બનાવી વેચાણ કરવામાં આવતા હોય, હાલમાં પણ એજ સ્થાનિક લોકો દ્વારા સોસાયટીની પ્રિન્ટ પાડી પ્લોટ નું ગેર-કાયદેસર ૩ લાખ થી ૫ લાખ રૂપિયામાં સરકારી જગ્યાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
અમારી રામરણુજા સોસાયટીના સર્વે નં ૮૫ પેકી-૪ પેકી-૧ ટાઇટલ કિલયર જમીન નું ક્ષેત્રફળ 9611.00 SQ MT ના એરિયામાં ૫૩ પ્લોટ નું દસ્તાવેજી પુરાવા સાથે મામલતદાર કચેરીમાં રજીસ્ટર પુરાવા સાથે ના માલીકી હક બોલે છે, પરંતુ અમારી ટાઇટલ કીલીયર સોસાયટીના લેઆઉટ દસ્તાવેજી પુરાવામાં બોલતી જમીન ના કોમન પ્લોટ એરિયામાં પણ ભૂમાફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓ ની મિલી ભગત થી ગેર-કાયદેસર મકાનો બનાવી સોસાયટીના કોમન પ્લોટ જગ્યા પર પણ કબ્જો જમાવી મકાનોનું બાધકામ કરી ગેર-કાયદેસરરીતે પરપ્રાંતીઓને મળત લોકોના નામે દસ્તાવેજી પુરાવા બનાવી વેચાણ કરવામાં આવે છે.
હાલમાં આ જમીન પર PGVCL માં બોગસ આધાર પુરાવો તેમજ બનાવટી દસ્તાવેજો રજૂ કરી લાઇટ ના વીજ પોલ પણ આપવામાં આવેલ છે. PGVCL ના સ્ટાફના નામે ચેકિગ કરીને અનેક વખત આ સોસાયટીમાં રહેતા લોકો પાસે થી દંડની બીકો બતાવી મજૂર વર્ગના લોકો પાસે થી હજારો રૂપિયા ઉઘરાવે છે.
(3:33 PM IST)










