News of Thursday, 26th December 2024
ઓમનીટેક નાઇટ હાફ મેરેથોન દરમિયાન યોજાનાર RNHM ૨.૦ બીબ એકસ્પોનું અનાવરણ

રાજકોટ :.. રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગળત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉમદા ઉદ્દેશથી યોજાનાર નાઇટ હાફ મેરેથોન ૨.૦ અંતર્ગત જનકલ્યાણ હોલ ખાતે RNHM ૨.૦ બીબ એકસ્પોનું અનાવરણ ઓમનિટેક એન્જીનિયરીંગ પ્રા. લી.ના ઉદયભાઈ પારેખ અને જી. એમ. એન્જીનિયરીંગ પ્રા. લી. ના ભાવિનભાઈ જાવીયાના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. આ બીબ એકસ્પો અંગે વધુ માહિતી આપતા રાજકોટ રનર્સ એસોસીએશનના સેક્રેટરી ડો. દિપ્તી મહેતા અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સેક્રેટરી આશિષ જોષીની યાદીમાં જણાવેલ છે કે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન બીજી વખત થઈ રહ્યું છે. ત્યારે આ મેરેથોનના ઉપલક્ષમાં બીબ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીબ સ્કસ્પોમાં મેરેથોનના ફાયદાઓ, નિયમો અને દોડવીરો એ કેવી રીતે ફિટનેસ મેઇન્ટેન કરવી વગેરે જેવી બાબતોની માહિતી પણ પ્રદર્શીત કરાશે. આ ઉપરાંત એકસ્પોના એકટીવીટી એરિયામાં બારબેન્ડર જીમ દ્વારા ફિટનેસને લગતી વિવિધ એકટીવીટી કરાવવામાં આવશે. નાઈટ મેરેથોનમાં ભાગ લેનાર તમામ દોડવીરો માટે બીબ કીટનું વિતરણ પણ એક્સ્પોમાં શરુ કરવામાં આવ્યું છે, રમત-ગમતના દરેક ક્ષેત્રમાં રસ ધરાવતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આ ત્રિ-દિવસીય પ્રદર્શન દરમિયાન રાજકોટનું પ્રતિનિધિત્વ કરી સ્વિમિંગ, બાસ્કેટબોલ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, તીરંદાજી અને પાવર લિફિંટગ જેવી વિવિધ ખેલ કુદ સ્પર્ધામાં જવલંત સફળતા મેળવી રાષ્ટ્રીય ફલક ઉપર રાજકોટને નામના અપાવનાર રમતવીરોને બીબ એક્સ્પોના પ્રથમ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી મેળવનારા ૦૯ ખેલાડીઓ સહિત અન્ય ૭૪ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એકસ્પોનો સમય સવારે ૧૦ થી રાત્રે ૧૦ કલાક નો રહેશે. પ્રદર્શનમાં જાહેર જનતા માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે, આ નાઇટ હાફ મેરેથોનના સંદર્ભે આયોજીત RNHM ૨.૦ બીબ એકસ્પોને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ મંત્રી રવિ ગણાત્રા, શૈલેષભાઈ ગોટી, સનતભાઈ માખેચા, પ્રોજેક્ટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદ્દારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
(3:35 PM IST)










