તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 26th December 2024
શનિવારે ઋષિકેશ પટેલ રાજકોટમાં, સિવીલ હોસ્પિટલની મુલાકાત લેશે

રાજકોટ તા. ર૬ :.. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તા. ૨૭ ડિસેમ્બર થી તા. ૨૯ ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી શ્રી ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે.
તો મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તા. ૨૭ મી ના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાનશ્રીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. તા. ૨૮ રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે. આ દરમિયાન મંત્રી શ્રી હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ , મુખ્ય જરૂરિયાતો , આગામી વિકાસ યોજનાની પણ માહિતી મેળવશે. તા. ૨૯ રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસમાં પણ ઉપસ્થિત રહેશે.
(3:36 PM IST)










