<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

અટલજીના જન્‍મ દિવસ નિમિત્તે રેશનકાર્ડ e-KYCનો કેમ્‍પ

રાજકોટ : ભારતના સ્‍વપ્નદૃષ્ટા પૂર્વ વડાપ્રધાન પરમશ્રધેય અને ભારત રત્‍ન અટલબિહારી વાજપાઈજીની ૨૫ ડિસેમ્‍બરના જન્‍મજયંતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસની સુશાસન દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. આ સુશાસન દિવસની નોખી અને અનોખી રીતે ઉજવણી થાય તેવા ઉમદા હેતુથી અને ખરેખર જરૂરીયાતમંદ લાભાર્થીઓને મદદરૂપ થઈ શકાય તે માટે ભારત સરકારની યોજના અનુસાર રેશનકાર્ડ અપડેટ કરવાનો e-KYC કેમ્‍પ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ અને પુજાબેન પટેલની આગેવાનીમાં યોજાયેલ હતો. જેમાં શહેર ભાજપ સોશીયલ મીડીયા સેલના રાજકોટ મહાનગરના સંયોજક હાર્દિક બોરડ અને શહેર આઈ.ટી.સેલના સહસંયોજક જય શાહ, સ્‍વામી વિવેકાનંદ યુવક બોર્ડના રાજકોટ મહાનગરના સંયોજક શ્‍યામભાઈ ડાભી અને પヘમિ મામલતદારશ્રી એ.એમ.જોષીસાહેબ તથા ઝોનલ ઓફિસર ધરમભાઈ વાઘેલા, નાયબ મામલતદાર લકિરાજસિંહ જાડેજા અને વિમલભાઈ પરમાર તેમજ પヘમિ મામલતદાર કચેરીના સ્‍ટાફે આ કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો. આ કેમ્‍પનું ઉદઘાટન સુશાસન દિવસ-અટલજી જન્‍મશતાબ્‍દી વર્ષની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેવા રાજકોટ લોકસભાના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ દીપ પ્રાગટય કરી આ e-KYC કેમ્‍પની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટ શહેરમાંથી ૧૦૦૦ થી વધુ રેશનકાર્ડ e-KYC ના લાભાર્થીઓએ લાભ લીધો હતો અને તેમનું રેશનકાર્ડ અપડેટ કરાવેલ હતું. શહેર ભાજપ દ્વારા આયોજીત આ કાર્યક્રમની સુવિધા મળવાથી લાભાર્થીઓએ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.આ રેશનકાર્ડ e-KYC કેમ્‍પમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ ડો.ચેતન લાલસેતા, રાજદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, શિલ્‍પાબેન જાવીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા સહિતના ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ મહિલા મોરચો તેમજ વિવિધ મોરચા અને સેલના કાર્યકર્તાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કેમ્‍પની વિશેષ વ્‍યવસ્‍થામાં વોર્ડ નં.૯ ના મહામંત્રી વિરેન્‍દ્રભાઈ ભટ્ટ, વોર્ડ નં.૧૦ ના યુવા મોરચાના પ્રમુખ મોનિલ શાહ તેમજ શુભમ થાનકી, પ્રાચી ગોસ્‍વામી, સાહિલ રાવતાણી, વિનેશ ભનવારા, મિલીદ પુરોહિત, રૂદ્ર ઠકકર, સંસ્‍કાર પંડ્‍યા, જય ધામેશીયા, તુષાર જોષી, રિધ્‍ધમ ધોળકીયા, વોર્ડ નં.૮ ના જસ્‍મીન મકવાણા, હિતેષ ધોળકીયા, પિયુષ વૈદ્ય, કુમારીલભાઈ ભટ્ટ, રજનીબેન ચાવડા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:36 PM IST)