<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ગૃહિણીઓના બજેટ ખોરવાઇ જવાની વાતો કરતા કોંગ્રેસીઓને ખેડૂતોની ચિંતા નથી

ખેતી સંપૂર્ણ કુદરત આધારિતઃ ગોંવિદભાઇ પટેલ

રાજકોટ તા.૨૬: દરેક બાબતમાં ગળહીણીના બજેટ ખોરવાઈ જવાની વાત કરનાર કોંગ્રેસી મિત્રોને ઉત્‍પાદક ખેડૂતોની કયારેય ચિંતા હોતી નથી તેમ પૂર્વમંત્રી શ્રી ગોવિંદ પટેલે જણાવ્‍યું છે.

શ્રી પટેલે જણાવ્‍યું છે કે, ખેતી કરતો ખેડૂત એ સંપૂર્ણ કુદરત ઉપર આધારિત હોય છે. ડુંગળી, ધાણા, મેથી, જીરૂ, ચણા, કપાસનું વાવેતર કર્યું હોય અને જો વરસાદ પડે તો તે પાકો સંપૂર્ણ નાશ પામે છે. તેનાથી કોઈ જ વળતર મળતું નથી. મગફળી જેવા પાક સમયસર વરસાદ ન પડે તો તેના ઉત્‍પાદન ઉપર અસર થઇ હોય છે અને કયારેક બિયારણ જેટલું પણ ઉત્‍પાદન થતું હોતુ નથી અને કયારેક પાક સારો થયો હોય અને ઉપર સતત વરસાદ પડે તો પણ પાકમાં બગાડ થતો હોય છે. આવે વખતે માંગ અને પુરવઠા વચ્‍ચે જે ખાઈ પડે છે. તેના કારણે ભાવ વધારો થતો હોય છે. આ વર્ષે સતત વરસાદ હોવાના કારણે શાકભાજી ઉપર તેની માઠી અસર પડેલ છે, જેથી શાકભાજી જોઈએ તેવા અને જોઈએ તેટલા જથ્‍થામાં પાક નિષ્‍ફળ જવાના કારણે ભાવની અસમાનતા જોવા મળે છે. થોડા સમય પહેલા ડુંગળી અંગે બુમાબુમ થતી હતી આજે બજારમાં ડુંગળીના ગંજ ખડકાયા છે તો ખેડૂતોને ભાવ મળતા નથી- આમ ખેડૂત અને ખેતી સંપૂર્ણ કુદરતના ખોળે હોય છે.

(4:02 PM IST)