<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

દૂધ સાગર રોડ પર રિક્ષામાં બેઠા બેઠા ચાલક ઇસ્‍માઇલભાઇ રાઉમા ઢળી પડયાઃ હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૨૬: હાર્ટએટેકની વધુ એક ઘટનામાં રિક્ષાચાલક પ્રોૈઢનું રિક્ષામાં બેઠા બેઠા ઢળી પડવાથી મોત થયું છે. દૂધ સાગર રોડ પર માજોઠીનગર હાઉસીંગ બોર્ડ પાસે રહેતાં ઇસ્‍માઇલભાઇ અલારખા રાઉમા (ઉ.વ.૫૦) બપોરે દૂધ સાગર રોડ પર વીમાના દવાખાના પાસે પોતાની રિક્ષામાં બેઠા હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં.

તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેમને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(3:37 PM IST)