News of Saturday, 28th December 2024
રેલનગરમાં બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે લપસી પડતાં હંસાબા વાળાનું મોત
બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૮: શહેરના રેલનગરમાં સ્ટાર રેસીડેન્સીમાં રહેતાં હંસાબા ભરતસિંહ વાળા (ઉ.વ.૫૪) ઘરે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હંસાબા સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે હતાં ત્યારે બાથરૂમ ગયા બાદ બહાર નીકળતી વખતે લપસી પડતાં માથામાં ઇજા થઇ હતી. બેભાન થઇ ગયા બાદ તેમણે સારવારમાં અંતિમ શ્વાસ લઇ લેતાં હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પતિ સિક્યુરીટીમાં નોકરી કરે છે. હેમરેજ થઇ જવાથી મૃત્યુ થયાનુ઼ સ્વજને જણાવ્યું હતું.
(3:19 PM IST)










