News of Saturday, 28th December 2024
કયાડા/કિયાડા પરિવાર દ્વારા કાલે સ્નેહમીલન-વિદ્યાર્થી સન્માન-રકતદાન કેમ્પ-સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટઃ સમસ્ત કયાડા/કિયાડા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમીલન સમારોહ તા.ર૯ના રવિવારે સાંજે ૪ વાગ્યાથી ફલોરેન્સ પાર્ટી પ્લોટ ખાતે ગોકુલ રેસ્ટોરન્ટની બાજુમાં, કોઠારીયા રોડ, આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરસ્વતી સન્માન સમારોહ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો અને જરૂરીયાતમંદ દર્દીના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાશે. લોકગાયક અલ્પાબેન (કયાડા) પટેલ તેમજ ગાયક અમિતભાઇ કયાડા પરિવારજનોને ગરબે રમાડશે.
આ પ્રસંગે કયાડા/કિયાડા પરિવારના રપ૦ વિદ્યાર્થીઅોનું શૈક્ષણીક કીટ, ચોપડા, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે. આ સાથે રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી આયોજીત રકતદાન કેમ્પમાં રકતની ૧૦૦ થી વધુ બોટલ ઍકત્ર થવાનો અંદાજ હોવાનું જણાવાયું છે. આ તકે સરકારી અધિકારી, વડીલોનું પણ સન્માન કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા કમીટીના સભ્યો સર્વશ્રી અશ્વિન કિયાડા મો.૯૮રપ૧ ૮૩પ૮૭, સુરેશ કિયાડા, હસમુખભાઇ કિયાડા, દર્શન કિયાડા, પિયુષ કિયાડા જહેમત ઉઠાવી રહયાં છે. (૩૬.૯)
(4:08 PM IST)










