News of Monday, 30th December 2024
દિનેશભાઇ જાવિયાની ૧૫મી પુણ્યતિથિએ કાલે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
સિવિલ હોસ્પિટલના લાભાર્થે આયોજનઃ૩૦૦થી વધુ બ્લડની બોટલ એકત્ર થવાનો અંદાજ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શૂભઆશયથી, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી,સ્વ. દિનેશભાઇ કરશનભાઇ જાવિયાની પંદરમી વાર્ષિક પુણ્યતિથી નિમિતે આવતી કાલે તા.૩૧,મંગળવાર, સવારે ૯ં થી બપોરે ૨ વાગ્યા સુધી, જીઆઇડીસી, લોધીકા મેટોડા ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં વ્રજલાલ ડાયાભાઇ વસોયા, દિપકભાઇ વિરચંદભાઇ પટેલ,બ્રિજેશભાઇ દિનેશભાઇ જાવીયા,શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવશે.રાજકોટ સિવિલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટ ની ટીમ માનદ્ સેવા આપશે.રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા વિનંતી કરાઇ છે.
તસ્વીરમાં એટલાઇડ ઓટો પાર્ટસ પ્રા.લીમીટેડના વ્રજલાલ ડાયાભાઇ વસોયા, દિપકભાઇ વિરચંદભાઇ પટેલ, બ્રિજેશભાઇ દિનેશભાઇ જાવીયા અને શ્રીમદ્ રાજચંદ્ર ફાઉનડેશનના વિનય જસાણી નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:41 PM IST)










