News of Monday, 30th December 2024
રાજકોટ નજીક ઇન્ડીયા પેલેસ હોટલના મેદાનમાં ધમધમતા જુગાર ધામ પર એસએમસીનો દરોડો : ૯ ઝડપાયા
યંત્ર ઉપર જુગાર ચલાવનાર મુખ્ય સુત્રધાર કુવાડવાનો ઇરફાન દિવાન ડીવાયએસપી કામરીયાની સુચનાથી પીએસઆઇ કે.એચ.જનકાંતની ટુકડી ત્રાટકી

રાજકોટ, તા., ૩૦: રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુચીયાદડ ગામના પાટીયા પાસે આવેલી હોટલ ઇન્ડીયા પેલેસના ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ ત્રાટકી સવા લાખ રોકડા અને ર વાહનો સહિત ૧ર લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી ૯ શખ્સોની ધરપકડ કરી હતી.
ડીવાયએસપી કામરીયાની ટીમના પીએસઆઇ કે.એચ.જનકાંતને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જુગારધામના મુખ્ય સુત્રધાર તરીકે કુવાડવાના ઇરફાન દિવાનનું નામ ખુલ્યુ઼ છે. જેની શોધખોળ ચાલી રહી છે.
ઝડપાયેલા ૯ શખ્સોમાં જુગારનો અખાડો ચલાવનાર ભાવેશ રાધાકાંત ઝા (રહે. ૧૭૬-અંબીકાનગર, મેઘાણીનગર-અમદાવાદ), અખીલેશ સાઢીપાલસિંહ રાજપુત (રહે. મેઘાણીનગર અમદાવાદ), ભુપેન્દ્રસિંહ રામધ્યાનસિંહ રાઠોડ (રહે. મેઘાણીનગર-અમદાવાદ), જનક કાળુભાઇ વિકમા (રહે. ખુશીનગર-૩ ચોટીલા થાન રોડ), જુગાર ચલાવનાર મુખ્ય આરોપી ઉમેદભાઇ બાબભાઇ ખાચર (રહે. ફાડદંગ, તા. જી. રાજકોટ)(ગ્રાહક), જયદીપભાઇ ઘુઘાભાઇ ખાચર (રહે. ખાટડી, ચોટીલા) (ગ્રાહક), સરાફખાન ઉર્ફે મુન્નાભાઇ હનીફખાન પઠાણ (રહે. રેલનગર, આવાસ યોજના, એ ૧૦પ) (ગ્રાહક), ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા કનકભાઇ ખાચર (રહે. રર-બાલાજી પાર્ક, કુવાડવા રોડ રાજકોટ) (ગ્રાહક) અને રવી ઉમેદભાઇ વિકમા (રહે. સાલેખડા, તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર) (ગ્રાહક) નો સમાવેશ થાય છે
(4:21 PM IST)










