News of Monday, 30th December 2024
ખેલ મહાકુંભ અંગે રાજકોટમાં તડામાર તૈયારીઓઃ કાલે રાજકોટ આવતા અગ્ર સચિવ અશ્વીનીકુમારઃ સાંજે કલેકટરે બેઠક બોલાવી
મુખ્યમંત્રી પ્રારંભ કરાવશેઃ ૧૦ હજાર ખેલાડીઓ તથા વધુને વધુ લોકો હાજર રહે તે અંગે પ્રયાસો શરૂ...

રાજકોટ તા. ૩૦: શહેરમાં રાજય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ર૦રપ ૩.૦''નું લોન્ચ ૪, જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થનાર છે, જેને લઇ ગાંધીનગરને રમત ગમતના અધિકારીઓના રાજકોટમાં ધામા નાખી દેવામાં આવ્યા છે, આજે બપોર બાદ કલેકટરની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમને લઇ એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યાનું સાધનોએ કહ્યું હતું.વિગતો મુજબ સાંજે પાંચ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે ગાંધીનગરથી આવેલી સ્પોટ ઓથોરિટીની ટીમ, તેમજ ડી.ઇ.ઓ. ડી.પી.ઇ.ઓ, પ્રિન્સિપાલ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, પ્રિન્સિપલ આઇટીઆઇ કોલેજ, આર. કે. યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નેહરૂ યુવા કેન્દ્ર યોગ બોર્ડ શહેરની અલગ અલગ રમત-ગમતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આગેવાનોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને કાર્યક્રમમાં વધુમાં વધુ કંઇ રીતે લોકો હાજર રહે ત્યાં અંગેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.દરમિયાન આવતીકાલે રાજકોટ ખાતે રમત ગમત અગ્ર સચિવ વિભાગ, અશ્વિનીકુમાર, સચિવ, સ્પોર્ટસ ઓથોરીટી આઇ. આર. વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ આવી રહ્યા છે, તા. ૪ના રોજ ૧૦,૦૦૦થી પણ વધુ ખેલાડીઓ હાજર રહે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
કાલથી ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા બાદ તેઓ જ સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ કરશે તેમ અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.
(3:46 PM IST)










