<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

લાઇટ હાઉસ પ્રોજેકટની નબળી કામગીરી બાબતે મનપા કેમ મૌન?

પાંચ વર્ષના મેનટેન્‍સના સમય મર્યાદાનાં બે વર્ષ વિતી ગયાઃ હવે નહિ તો કયારે

રાજકોટ : સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં નિર્માણ પામેલ ર બીએચકે લાઇટ હાઉસ પ્રોજેકટમાં કોન્‍ટ્રાકટરની આડોડાઇના કારણે હજારો ફલેટ ધારકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્‍યારે મ્‍યુનિ. કોર્પોરેશન કેમ મૌન છે તેવો સવાલો ટાઉનશીપના લોકો પુછી રહ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના રૈયા ગામ  વિસ્‍તારમાં  કરોડોના ખર્ચે, મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા સ્‍માર્ટ સીટી  ખાસ તૈયાર કરવામાં આવેલ જીજાબાઇ ટાઉનશીપમાં (લાઇટ હાઉસ પ્રોજેકટ) અનેક ફલેટોમાં પાણી, તીરાડ તથા પોપડા ખરી જવાની ફરીયાદો અંગે આજે ટાઉનશીપના હોદેદારો દ્વારા પત્રકાર પરીષદમાં માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્‍યુ હતું કે, અનેક આ ટાઉનશીપના વિવિધ પ્રશ્ને મ્‍યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતા પરિસ્‍થિતિ જૈસે થે તે જોવા મળી રહી છે. આ પ્રોજેકટ નરેન્‍દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેકટ હોવા છતાં મ્‍યુનિ. કોર્પોરેશનના તંત્ર વાહકો આ બાબતે કેમ કોન્‍ટ્રાકટરોને નબળી કામગીરી છે કે ફરી કરવા કેમ સુચના આપવામાં આવતી નથી. તેવા તરહ તરહના તંત્ર વાહકોના મૌન સામે અનેક તર્ક વિતર્કો છે.

(4:18 PM IST)