<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

વોટસન મ્‍યુઝિયમ,રાજકોટમાં ‘‘અખિલ ભારતીય હસ્‍તકલા સપ્તાહ''ની ઉજવણી

નિરૂપમા ટાંકનો આજે સવારે મોલ્‍ડીટ - માટીકલાનો વર્કશોપ યોજાયો

રાજકોટઃ ગુજરાત સરકારના પુરાતત્‍વ અને સંગ્રહાલય ખાતા દ્વારા હસ્‍તકલા પ્રવૃતિને ઉતેજન મળે, લોકોના કલા પ્રવૃતિમાં રસ ઉત્‍પન્ન થાય અને પ્રાચીન કલા અને સંસ્‍કૃતિના વારસારૂપ નમુનાઓના સંરક્ષણ પ્રત્‍યે જાગૃતિ કેળવાય એ ઉદેશથી અખિલ ભારતીય હસ્‍તકલા સપ્તાહ -૨૦૨૪ની ઉજવણી અંતર્ગત વિવિધ શૈક્ષણીક સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે સંદર્ભે સૌરાષ્‍ટ્રના સદી પુરાણા વોટસન મ્‍યુઝિયમ, રાજકોટના ઉપક્રમે પણ ‘‘અખિલ ભારતીય હસ્‍તકલા સપ્તાહ-૨૦૨૪''ની ઉજવણીરૂપે મોલ્‍ડીટ ક્‍લે કમ્‍પાઉંડ - માટી કલાની સર્જનાત્‍મક કૃતિઓના પ્રત્‍યક્ષ નિદર્શન સહ વર્કશોપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોવાનું સંસ્‍થાના ક્‍યુરેટર શ્રી એમ.એન.રામાનુજ જણાવે છે.

પ્રાચીન સમયથી વિવિધ કલાકૃતિઓમાં માટીકલાએ એક વિશિષ્‍ટ માધ્‍યમ છે. અને બાળકો/વિધાર્થીઓને મનગમતી એવી માટીકલા પ્રવૃતિમાં તે ઓતપ્રોત થઇ જાય છે. બહેનો તેઓના ફ્રી સમયનો સદઉપયોગ કરી માટીકલામાંથી વિવિધ સર્જનાત્‍મક કલાકૃતિઓ ... જવેલરી, શો પીસ, પીછવાઇ, ભીંતચિત્રો વગેરે ગીફટ આર્ટીકલ જાતે તૈયાર કરી રોજગારીનું સર્જન કરી આત્‍મનિર્ભર બની શકે છે.

અખિલ ભારતીય હસ્‍તકલા સપ્તાહ -૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત કલાકાર શ્રી મતિ નિરૂપમાબેન ટાંકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે તા.૩૦ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સૌને પ્રિય એવા મોલ્‍ડીટ - માટીકલાની સર્જનાત્‍મક કૃતિના પ્રત્‍યક્ષ નિદર્શન સહ વર્કશોપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

‘‘અખિલ ભારતીય હસ્‍તકલા સપ્તાહ'' નિમિતે આયોજીત મોલ્‍ડીટ - માટીકલામાં સર્જનાત્‍મક કૃતિનું પ્રત્‍યક્ષ નિદર્શન સહ વર્કશોપના કાર્યક્રમમાં પધારવા રાજકોટની લોકપ્રિય જનતાને જાહેર આમંત્રણ અપાયું છે.

નોંધ : મ્‍યુઝિયમ નિહાળવાનો સમયઃ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી (મ્‍યુઝિયમ પ્રવેશ ફી રૂ.૫/= છે.) (તસ્‍વીર :અશોક બગથરીયા)(

(4:20 PM IST)