News of Monday, 30th December 2024
બાર એસો.ના ચુંટાયેલા હોદેદારોનું ઉપલા કાંઠા વિસ્તારમાં થયેલ ભવ્ય સન્માન
કારોબારી ચેમ્બર અશ્વિન રામાણી સહિત હોદેદારો ઉપર ફુલોની વર્ષા

રાજકોટ,તા.૩૦ : રાજકોટ શહેરમાં યોજાયેલ બાર એસો.ની ચુંટણીમાં ઉપલા કાઠાના કારોબારી મેમ્બર અશ્વિન રામાણી ભવ્ય વિજય થયાનો ઉપલા કાઠાના સમગ્ર વિકલોએ તેનો નવનિયુકત ચુંટાયેલ ઈન્ચાર્જ પ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી સંદીપ વેકરીયા, જો.સેક્રેટરી જીતુભાઈ પારેખ, ટ્રેઝ૨૨ પંકજ દોંગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ અને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલનુ સમગ્ર વિસ્તારના વકિલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ. દ૨વાજાથી સ્ટેજ સુધી તમામ હોદ્દેદારો તથા કારોબારી મેમ્બર ઉપર વિસ્તારના વકિલ ભાઈ બહેન દ્વારા પુષ્પની વર્ષા કરવામાં આવેલ હતી. ઉપલા કાઠામાં અશ્વિન રામાણી ચુંટાતા આનંદની હેલી થયેલી હતી. આ સમગ્ર કાર્યક્રમ લલીત સંખાવરા, અશ્વિન શેખલીયા, રેખાબેન લીંબાસીયા, સંજય જોષી દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.
કારોબારી મેમ્બર અશ્વિન રામાણીનુ વિસ્તારના અગ્રણી અશ્વિન શેખલીયા જે.બી.ઠુમ્મર, રેખાબેન લીંબાસીયા, સંજય જોષી તેમજ રાકેશ કોઠીયા અને નમીતા કોઠીયા દ્વારા શીલ્ડ અર્પણ કરી તેમજ ચુંટાયેલ નવનિયુક્ત બાર એસો.ની બોડીનુ પણ શીલ્ડ આપી અને અનિલ કાંકડીયા, રમેશ કાકડીયા, ભાવેશ પટેલ, ત્રિશલા જોષી, જીજ્ઞિેશ દેસાણી, હિતેષ ટોપીયા, કેયુર કેરાળીયા, રાજવી દોંગા, પ્રતિક્ષા પાઘડાળ, નિતીન શીંગાળા, ઘારા મુળશા અને દિપા ઠકકર દ્વારા હોદેદારો તથા કારોબારી મેમ્બર પ્રગતી માંકડિયા, તુષાર દવે, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કિશન રાજાણી, નિકુંજ શુકલ, પરેશ પાદરીયા, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા, દક્ષાબેન ઉપાઘ્યાયનુ ભવ્ય થી ભવ્ય સન્માન ઉપલા કાઠાના વકિલોમાં પ્રથમ વાર યોજાયેલ હતુ.
(4:45 PM IST)










