<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

સિંધી સમાજના ઇષ્‍ટદેવ શ્રી ઝુલેલાલ સાંઇની પાવન જયોત ભહેરાણા સાહેબની જયોત ઉત્‍પતી દિવસની ઉજવણી

શ્રી ઝુલેલાલ ઘાટ બાલક મંડળી દ્વારા સત્‍સંગ કિર્તન, મહાઆરતી, પ્રસાદ કાર્ર્યક્રમો

રાજકોટઃ સિંધી સમાજના ઇષ્‍ટદેવ શ્રી ઝુલેલાલ સાંઇની પાવન જયોત ‘‘ભહેરાણા  સાહેબ'' ની જયોત ઉત્‍પતી દિવસની ભવ્‍ય ઊજવણી જોગાનું જોગ નવા વર્ષના પ્રથમ દિવસે જ તા. ૦૧-૦૧-ર૦રપ ના રોજ પાવન પર્વ આવતો હોય ત્‍યારે  શ્રી ‘‘ઝુલેલાલ ઘાટ બાલક મંડળીના મેમ્‍બરો દ્વારા ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ નવા વર્ષના પ્રથમ દિવસે બુધવારે-સવારે ૭-૩૦ થી ૯-૩૦ સુધી શ્રી ઝુલેલાલ ઘાટ, લાલપરી તળાવ, પ્રદ્યુમન પાર્ક પાસે, રાજકોટ ખાતે હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવશે.

આ કાર્યક્રમમાં સાંઇ ઝુલેલાલ સાહેબના અખા પલ્લવ, પંજડા સત્‍સંગ કિર્તન તેમજ શ્રી વરૂણદેવની મહાઆરતી થશે. આ કાર્યક્રમના અંતે સિંધી સમાજના રાજભોગસમાં, દાળ પકવાનની પ્રસાદી રાખેલ છે. સિંધી સમાજના ભાઇ-બહેનોને પરિવારજનો સાથે આમત્રણ અપાયું છે.

આ કાર્યક્રમાને સફળ બનાવવા માટે કિશોરભાઇ આસવાણી, ગીરીશભાઇ દેસરાણી, શ્રી મામા, ભગુભાઇ પોપટ, હરેશભાઇ મોદી, ભોનુભાઇ લાલવાણી, હિમતભાઇ કિશનાણી,  મો. ૯૦૩૩૯ ૮૮૮૩ર, લોકુભાઇ દેસરાણી, નવીનભાઇ છબરીયા, અમીતભાઇ પ્રીતમાણી, અમીતભાઇ ઘનકાણી, ચંદ્રકાંત આહુજા, વિજયભાઇ ચાંદવાણી, સી.કે. તલાણી, દિપકભાઇ આભનાણી, કનુભાઇ કોટવાણી વગેરે જહેમત ઊઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:49 PM IST)