<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

નચિકેતાના વિદ્યાર્થીઓએ ‘‘સૌરાષ્‍ટ્રની રસધાર'' મંચ ઉપર સજીવન કરી

‘રસધાર કોલિંગ'માં રસધારના અદભૂત દ્રશ્‍યો ભજવીને બાળકોએ દર્શકોને મંત્રમુગ્‍ધ કર્યા

રાજકોટ : તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમના ધોરણ ૪ થી ૯ના ૪૭૦ બાળકોએ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ચુનંદા લોકવાર્તાઓનું સંકલન કરી સંગીત નળત્‍ય અને નાટયનો ‘રસધાર કોલિંગ' નામે મલ્‍ટીમીડીયા-શો રજૂ કર્યો. સૌરાષ્‍ટ્રની રસધાર પર આ ગુજરાતનું પ્રથમ બાળ નાટક હતું જેમાં રસધાર સ્‍વયં વિદેશમાં વસવા તલપાપડ યુવાનને સૌરાષ્‍ટ્રના ખમીરનો પરિચય કરાવે છે. નચિકેતાના વિદ્યાર્થીઓએ ‘અણનમ માથા' વાર્તામાં તલવારબાજી રજૂ કરી સૌને દંગ રાખી દીધા તેમજ ‘રા'નવઘણની' રજૂઆતમાં શ્રોતાઓની આંખો ભીંજવી હતી. 

સૌરાષ્‍ટ્રની રસધાર જ્ઞાતિ પ્રધાન નહીં ગુણપ્રધાન છે તેમજ જીવન મૂલ્‍યોનું ઉત્તમ શિક્ષણ સાંપ્રત પેઢીને કઈ રીતે કામ લાગે એવા સંદેશાઓ સાથે આ કાર્યક્રમની સ્‍ક્રિપ્‍ટ આલેખન સાંઈરામ દવે એ કરેલ હતું. નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમ વિષય આધારિત એન્‍યુઅલ ફંકશન કરવા માટે ટ્રેંડ સેટર છે. અત્રે નોંધનીય છે કે, વીરાંજલિ  કાર્યક્રમનો જન્‍મ પણ નચિકેતાના ‘કોર્ટ ઓફ માર્ટીયર'  ફંક્‍શન માંથી થયો હતો.

આ એન્‍યુઅલ ફંક્‍શનમાં નારીશક્‍તિ વટ, વચન અને વ્‍યવહારની અનેક વાર્તાઓનું મંચન કરવામાં આવ્‍યું. વિદ્યાર્થીઓ પાઠ્‍યપુસ્‍તક ઉપરાંત જીવનશિક્ષણ શીખે તે માટે નચિકેતા હંમેશાથી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતુ આવ્‍યું છે. હેમુગઢવી હોલની સંખ્‍યા મર્યાદાને ધ્‍યાનમાં રાખીને માત્ર ૧૧૦૦ વાલીઓ જ આ કાર્યક્રમમાં હાજર રહી શકયા હતા પરંતુ કાર્યક્રમ બાદ વાલીઓની વિનંતીને ધ્‍યાને રાખીને આગામી સમયમાં આજ કાર્યક્રમને સમગ્ર રાજકોટ માટે વિનામૂલ્‍યે કરવામાં આવશે જેથી નવી પેઢી સૌરાષ્‍ટ્રની ધરોહર સમાન આવી ગુઢ વાર્તાઓ માંથી જીવનમુલ્‍યનું શિક્ષણ મેળવી શકે.

આ પ્રસંગે નૈરોબીથી શ્રી નીતિન માલદે, રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી પિનાકી મેઘાણી, શ્રી જીતુભાઈ વાઘાણી, લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી તેમજ મનીષભાઈ મહેતા તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હોવાનું યાદીમાં જપાવ્‍યું છે.(

(4:50 PM IST)