News of Monday, 30th December 2024
કોર્પોરેશનમાં પસંદગી પામેલા ૭૧ અધિકારીઓ-કર્મચારીઓની નિમણુંક
ફાયર ઓપરેટરની જગ્યા પર હવે પછી નિમણુંક અપાશે

રાજકોટ, તા., ૩૦: મહાનગરપાલિકા મહેકમ શાખા દ્વારા છેલ્લા પખવાડિયામાં જુદા જુદા સંવર્ગોમાં કુલ-૭૧ જેટલા અધિકારી-કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવેલ છે. જયારે આ જ સમયગાળામાં કુલ-૮ જેટલા અધિકારીઓ-કમર્ચારીઓને બઢતીથી ઉપલી જગ્યા પર નિમણુંક આપવામાં આવી છે. દરમ્યાન છેલ્લા પખવાડિયામાં ઙ્કફાયર ઓપરેટર (પુરૂષ)ઙ્ઘની કુલ-૨૭૫ જગ્યા ભરવા માટે ઉમેદવારોના પ્રેક્ટિકલ ટેસ્ટ અને ડોકયુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ ઙ્કફાયર ઓપરેટર (પુરૂષ)ની જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને નિમણુંક આપવામાં આવશે.
ગત પખવાડિયા દરમ્યાન જે જગ્યાઓ પર નવી ભરતી કરવામાં આવેલ છે તેમાં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), ફાયર ઓપરેટર (પુરૂષ), આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન, આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ), લાઈનમેન, એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ), આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ), ગાર્ડન આસીસ્ટન્ટ, સ્ટેશન ઓફિસર અને કેમીસ્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગત પખવાડિયામાં બઢતીથી જે ઉપલી જગ્યા પર નિમણુંક આપવામાં આવેલ છે તેમાં લીડીંગ ફાયરમેન, સબ ઓફિસર (ફાયર), સેનેટરી ઈન્સ્પેક્ટર, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) અને એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)નો સમાવેશ થાય છે.
(4:58 PM IST)










