<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રાજકોટમાં ગુજરાતના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ. એન રાવના કાર્ય અંગે એવોર્ડ અર્પણ

સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા સરાહનીય કાર્ય : વિવિધ ક્ષેત્રોમાં મહત્‍વનું યોગદાન આપનાર લોકોની સેવાનું સન્‍માન.. ડીન ડો.ઇન્‍દુ રાવ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિ.

રાજકોટ તા.  સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા તાજેતરમાં વિવિધ ક્ષેત્રોમાં બહુમૂલ્‍ય યોગદાન અંતર્ગત વિવિધ લોકોનું બહુમાન કરી એવોર્ડ કરવામાં આવેલ. આ સમારોહમાં અન્‍ય સેવાભાવી સાથે ગુજરાતની જેલોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવો કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા જે અભિયાન ચાલે છે, તેના સુકાની ગુજરાતની જેલોના ડીજીપી લેવલના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ હસ્‍તે બહુમાન થયેલ.  

સંસ્‍થાના અગ્રણી નલિન ઝવેરી સહિતના મહાનુભાવો હસ્‍તે અન્‍ય સેવાભાવી વ્‍યક્‍તિઓની સેવાઓ બદલ એવોર્ડ આપવામાં આવેલ. અત્રે એ યાદ રહે કે ગુજરાતની વિવિધ જેલોમાં રાજ્‍ય સરકારના સહયોગથી જેલ મુકત કેદીઓ સમાજના મુખ્‍ય પ્રવાહમાં જેલ જીવન પછી આસાનીથી દૂધમાં સાકર માફક ભળી જાય તેવા સંનિષ્ઠ પ્રયાસો ડો.કે. એલ.એન. રાવ ટીમ દ્વારા કરવામાં આવે છે, જેમાં જાણીતા શિક્ષણવિદ ડીન ડો.ઇન્‍દુ રાવનું યોગદાન પણ ખૂબ મહત્‍વનું હોવાની નોંધ દેશના પ્રથમ મહિલા આઇપીએસ અને પૂર્વ ગવર્નર કિરણ બેદી દ્વારા લેવામાં આવેલી.

 

(10:56 AM IST)