News of Tuesday, 31st December 2024
શુક્રવારે વિધાનસભા-૬૯માં વીમાસખી યોજના કેમ્પ
તા.૩ના બપોરે ૪ કલાકે કાર્યાલય ખાતે મહિલાઓને યોજનાનો લાભ લેવા ડો.દર્શિતાબેન શાહનો અનુરોધ

રાજકોટ તા.૩૧: પ્રધાનમંત્રી ની વીમા સખી યોજનાનો કેમ્પ આગામી તા.૩ જાન્યુઆરીના શુક્રવારના રોજ વિધાનસભા-૬૯ જનસેવા કાર્યાલય ખાતે યોજાશે. આ યોજનાનો લાભ લેવા મહિલાઓને ખાસ ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ ખાસ અનુરોધ કર્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીમાસખી યોજનાનો શુભ આરંભ કરવામાં આવેલ છે.ભારતની સૌથી મોટી અને સરકારી જીવનવીમા કંપનીમાં મહિલા સલાહકારની ભરતીની યોજના છે.આ યોજનામાં વધુને વધુ મહિલાઓ જોડાય જે અનુલક્ષી ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્વારા પોતાના જનસેવા કાર્યાલય ન્યુબર્ગ લેબોરેટરી, જનસતા પ્રેસની બાજુમાં, મોટી ટાંકી ચોક ખાતે તા.૩ને શુક્રવારના રોજ બપોરે ૪.૦૦ કલાકે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.વ્યવસ્થાના ભાગરૂપે જનસેવા કાર્યાલયના મોબાઈલ નં.૯૯૭૯૨ ૭૯૨ ૯૦ પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવેલ છે.
(2:48 PM IST)










