News of Tuesday, 31st December 2024
રાજકોટ યાર્ડમાં નવા ધાણાની આવકઃ મુર્હુતના સોદામાં વડાળીના ખેડૂતને ૧પ૪૦૮ રૂા. ભાવ મળ્યા

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે નવા ધાણાની આવકનો પ્રારંભ થયો હતો. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાની હાજરીમાં મુર્હુતના સોદામાં વડાળીના ખેડૂત મનુભાઇ વીરાભાઇને એક મણના ૧પ૪૦૮ રૂપિયા મળ્યા હતા. વડેરા ટ્રેડીંગ દ્વારા નવા ધાણાની ખરીદી કરાઇ હતી. જો કે યાર્ડમાં ધાણા એક મણના ભાવ ૧૩૦૦ થી ૧પપ૦ રૂપિયા છે. આગામી દિવસોમાં ધાણાની આવકો વધ્યે ભાવો ઘટે તેવી શકયતા છે
(2:49 PM IST)










