<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ આયોજીત વહાલુડીના વિવાહમાં સર્જાયા લાગણીસભર દ્રશ્‍યો

વૈદિક મંત્રોચાર ભવ્‍ય આતશબાજી અને લગ્નગીતોની રમજટ વચ્‍ચે વહાલુડીના વિવાહ સંપન્નઃ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મોભીઓ તથા વૃધ્‍ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોએ આશીર્વાદ આપ્‍યાઃ ર૩ યુગલો સપ્તપદીના વચને બંધાયા

રાજકોટઃ ‘‘દીકરાનું ઘર''વૃધ્‍ધાશ્રમ-ઢોલરા દ્વારા સતત સાતમાં વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ એક દિવ્‍યાંગ દીકરી સહિત ર૩ દીકરીઓના સંજયભાઇ ધમસાણીયા પરિવારના મુખ્‍ય યજમાન પદે શાહી, જાજરમાન, અદભુત લગ્નોત્‍સવ સાજન-મહાજનની ઉપસ્‍થિતીમાં રંગે-ચંગે સંપન્ન થયા અને તમામ ર૩ દીકરીઓને કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો, બેના રે બેના સાસરીયે જાતા જાતા પાપણનો ભીંજાયના ગીતો ના ગાન વચ્‍ચે આંખોમાં અશ્રુધારા સાથે રાત્રે ૧૦ વાગ્‍યે કરૂણા સભર દ્રશ્‍યો વચ્‍ચે વિદાય આપવામાં આવી. સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં લાગણીસભર દ્રશ્‍યો જોવા મળેલ અને હર્ષાશ્રુ વહયાં હતાં.

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ પરિવાર આયોજીત લગ્નોત્‍સવમાં સમગ્ર લગ્ન પરિસરને દુલ્‍હનની જેમ રંગબેરંગી લાઇટો અને ફુલોથી સુશોભીત કરવામાં આવેલ. લગ્નમંડપને પણ વિશેષ અને કલાત્‍મક રીતે સુશોભીત કરવામાં આવેલ. લગ્નોત્‍સવમાં વહાલુડી દીકરીઓને આશીર્વાદ આપવા પધારેલા તમામ આમંત્રીતોનું સંસ્‍થાના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ શરણાઇના નાદ વચ્‍ચે બહેનો દ્વારા કુમકુમ તિલક કરીને સ્‍વાગત કરવામાં આવેલ તેમજ મુખ્‍ય અતિથીઓને સ્‍ટેજ સુધી દોરી જતા હતાં. સંસ્‍થા દ્વારા તમામ અતિથીઓનું ખેસ પહેરાવી, પુસ્‍તક આપી સ્‍વાગત કરવામાં આવેલ.

લગ્ન પરિસરમાં ઠાકોરજીને પ૬ ભોગ અન્નકુટ ધરવામાં આવેલ તેમજ બીજા દિવસે હિંડોળા દર્શન કરવામાં આવેલ તેમજ તમામ દીકરીઓને આપવામાં આવેલ રરપ થી વધુ વસ્‍તુઓ ફર્નીચર, સોના-ચાંદીની વસ્‍તુઓ, કપડાં, વાસણો, વોશીંગ મશીન, ફ્રીજ, સિલાઇ મશીન, એર કુલર સહિતની વસ્‍તુઓનો સમૃધ્‍ધ કરીયાવર જોવા માટે રાખવામાં આવેલ. ઠંડીના વાતાવરણમાં દરેક આમંત્રીતો માટે ટી પોસ્‍ટના સૌજન્‍યથી ગરમા ગરમ ચા-કોફી રાખવામાં આવેલ તેમજ રાષ્‍ટ્રીય શાળાના સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ તબલાના તાલે સૌને મંત્રમુગ્‍ધ કરેલ. સેલ્‍ફી પોઇન્‍ટની સુવિધા રાખેલ હતી.

વહાલુડીના વિવાહના સ્‍વપ્‍નદ્રષ્‍ટા મુકેશભાઇ દોશીએ સૌ મહેમાનોને આવકારી વહાલુડીના વિવાહની વિગતો આપેલ તેમજ સંસ્‍થાના કાર્યકર્તાઓને ૧૬પ દીકરીઓના મા-બાપ, ભાઇ-બહેન બનવાનું સૌભાગ્‍ય મળેલ. તે બદલ રાજીપો વ્‍યકત કરી સૌ કોઇનો જાહેર આભાર માનેલ. સાંસ્‍થાના ર૦૦ જેટલા કાર્યકર્તાઓ કાર્યરત રહેલ.

લગ્નોત્‍સવમાં ભાગવત કથાકાર શાષાી બાલકૃષ્‍ણભાઇએ સેવા પુરી પાડી હતી. લગ્નગીતોનું ગાન સરસ્‍વતીબેન હિરપરા અને રમેશભાઇ હિરપરાએ કરેલ કેટરીંગની સુંદર સેવા મોરબીના જાલરીયા ગૃપે સંભાળેલ સમગ્ર વહાલુડીના વિવાહની ઇવેન્‍ટ મેનેજમેન્‍ટની સેવા યંગસ્‍ટાર ઇવેન્‍ટ મેનેજમેન્‍ટના યશવંતભાઇ જોશી ટીમે આપેલ.

(2:49 PM IST)