<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

યાજ્ઞિક રોડ પર ફલીપકાર્ટના વેર હાઉસમાંથી ૩.૫૯ લાખના ૧૪ મોબાઇલ ચોરાયાઃ ૪ કર્મચારી પકડાયા

પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ અને ટીમે ડિટેક્‍શન કર્યુઃ મોજશોખ પુરા કરવા ચારેય કર્મચારીએ ફોન ચોરી લીધા'તા

રાજકોટ તા. ૩૧: શહેરના ડો. યાજ્ઞિક રોડ પર પારેખ એપાર્ટમેન્‍ટમાં આવેલા ફલીપકાર્ટ કંપનીના વેર હાઉસમાંથી રૂા. ૩,૫૯,૪૨૬ની કિંમતના અલગ અલગ ૧૪ મોબાઇલ ફોન ચોરાઇ જતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં કંપનીના જ ચાર કર્મચારીઓની સંડોવણી ખુલતાં તેને સકંજામાં લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. મોજ શોખ અને આર્થિક લાભ માટે આ ચારેયએ મોબાઇલ ફોન ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

આ બનાવમાં પોલીસે નાના મવા રોડ રાજનગર ચંદ્રેશનગર મેઇન રોડ સ્‍વેગ હાઇટ્‍સમાં રહેતાં અને ફલીપકાર્ટના વેરહાઉસમાં એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મહેશભાઇ મોહનલાઇ રાઠોડ (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. મહેશભાઇ રાઠોડે જણાવ્‍યું છે કે આ કંપનીમાં કોઇ લીગલ મેટર બને તો તેમાં મારે કંપની વતી કામ કરવાનું હોય છે. ચોરી, વિશ્વાસઘાત જેવી ઘટનાઓમાં મારે કંપની વતી ફરિયાદી બનવાનું હોય છે. અમારી કંપનીનું વેરહાઉસ ડો. યાજ્ઞિક રોડ પર પી. પી. ફુલવાલાની સામે આવેલુ છે. અહિ અલગ અલગ પાર્સલ રાખવમાં આવતાં હોય છે. તપાસ દરમિયાન જણાયેલ કે અહિ રખાયેલા પાર્સલોમાંથી જુદી જુદી કંપનીના ૧૪ મોબાઇલ ફોન ગૂમ થઇ ગયા છે.

જેમાં એકલ આઇફોન ફીફટીનના ત્રણ, સેમસંગ, વન પ્‍લસ, નથીંગ ફોન, વીવો, પોકો, પોકો એમ પ્‍લસ, ઓપો, મોટોરોલા, રેડમી-૧૩, સેમસંગ ગેલેક્‍સી એસ-૨૩ સહિતના ફોન હતાં. આ તમામની કિમત રૂા. ૩,૫૯,૪૨૬ થાય છે. આ મોબાઇલ ફોન ચોરાઇ ગયા હોઇ તપાસ કરવા છતાં ન મળતાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. દરમિયાન મહેન્‍દ્રભાઇ વાળા અને મયુરસિંહની બાતમી પરથી આ ચોરીમાં ચાર કર્મચારીઓ રવિ વાલાભાઇ ચાવડા (ઉ.વ.૨૧-રહે. ચુનારાવાડ ચોક કનકનગર), અજય રમેશભાઇ જેસાણી (ઉ.વ.૨૭-રહે. મયુરનગર મેઇન રોડ-૨ ભાવનગર રોડ), યોગેશ કેશુભાઇ દાણીધારીયા (ઉ.વ.૨૬-રહે. ખોડલધામ રેસીડેન્‍સી શેરી નં. ૩ કોઠારીયા રોડ) અને રોહિત રાજુભાઇ પરસોડા (ઉ.વ.૨૧-રહે. કીડવાઇનગર-૨)ની ધરપકડ કરવામાં આવી છે. પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમ, એએસઆઇ દિનેશભાઇ ખાંભલા, હેડકોન્‍સ. જેન્‍તીભાઇ વવાડીયા, કોન્‍સ. તોૈફિકભાઇ મંધરા, ચાંપરાજભાઇ ખવડ, રિયાઝ સુમરા, રવિભાઇ ચાવડા, મયુરસિંહ, વનરાજભાઇ, પ્રશાંતભાઇ, ધર્મેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(2:58 PM IST)