<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

૧૫૦ ફુટ રીંગ રોડ પર ભરશીયાળે ચોમાસા જેવો માહોલઃ રસ્‍તા પર પાણી પાણી

શીતલ પાર્ક પાસે લાઇન લીકેજ થતા રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યાઃ પાણી વિતરણ રાબેતા મુજબ! યુધ્‍ધના ધોરણે કામગીરી

રાજકોટ તા.૩૧: શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ પર આજે બપોરે ચોમાસા જેવો માહોલ જોવા મળ્‍યો હતો. કેમ કે પાણી લાઇન લીકેજ થતા અયોધ્‍યા ચોકથી શીતલપાર્ક સુધીના રસ્‍તા પર પાણી ફરી વળ્‍યા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં.૧ના શીતલપાર્ક પાસે આવેલ હિમંતનગર મેઇન રોડ પર વિસ્‍તારમાં આજે સવારે ૧૧:૩૦ કલાક આસપાસ પાણી વિતરણની ૫૦૦ એમએમની લાઇનનું જોઇન્‍ટમાં ટેકનીકલ ખામી સર્જાતા અયોધ્‍યા ચોકથી શીતલ પાર્ક સુધી રસ્‍તાની બન્ને તરફ પાણી ફરી વળ્‍યા હતા. રાહદારીઓએ ભર શિયાળે ચોમાસા જેવી સ્‍થિતીની અનુભવી કરી હતી.

આ લાઇન તુટવાથી સ્‍થાનીકો દ્વારા મ્‍યુની.કોર્પોરેશનના સંબધિત વિભાગના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ તથા કર્મીઓ ઘટનાસ્‍થળ પર તુરંત દોડી આવ્‍યા હતા. અને યુધ્‍ધના ધોરણે કામગીરી હાથ ધરી કામ પૂર્ણ કર્યું હતું. આજુબાજુના વિસ્‍તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવ્‍યાનું જણાવ્‍યું હતું.(

(2:59 PM IST)