<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ભાદરની લાઇન બદલવાના પ્રોજેકટમાં પણ ‘ભંગાણ'

મનપાના બે પૂર્વ કમિશનરોએ હાઇવે ઓથોરીટી સાથે બેઠક યોજેલઃ જમીન સંપાદન કરવાથી ખર્ચ વધેઃ સરકારની કોર્ટમાં દડો : ૪૦ વર્ષ જુની લાઇન બદલવાનું લટકયુઃ લાઇન હાઇવેની સાઇડ ઉપર જ નાખવી પડેઃ ર૦૦ કરોડનો ખર્ચ

રાજકોટ તા.૩૧: ભાદર ડેમથી રાજકોટ સુધી પાણીની લાઇન બદલવાના કરોડોના પ્રોજેકટનું ભાવિ અધ્‍ધરતાલ જણાય રહયું છે. ૪૦ વર્ષ જુની લાઇનને બદલે નવી લાઇન નાખવા સરકાર ૨૦૦ કરોડ સરકાર આપવાની છે. ત્‍યારે હાઇવે ઓથોરીટી સાથે મનપાના પૂર્વે બે કમિશનરો દ્વારા મીટીંગ પણ કરવામાં આવી હતી. જો કે તેમાં કોઇ નિરાકરણ ન આવતા પ્રોજેકટ શરૂ જ થઇ શકયો ન હતો.

આ લાઇન હાઇવેની સાઇડ પર જ નાખવી પડે તેમ હોય ખેડુતોની જમીન સંપાદન કરાઇ તો ખર્ચ ખુબ જ મોટો થવા જાય છે. ત્‍યારે હવે ભાદર ડેમથી રાજકોટ સુધીની પાણીની લાઇનમાં વારંવાર થતું ભંગાણ અટકાવી પાણી બચાવવા લાઇન બદલવી એ જ એકમાત્ર વિકલ્‍પ હોય સમગ્ર મામલો હવે સરકાર પાસે જાય તેવી શકયતા છે.

શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મહત્‍વના ત્રણ ડેમો પૈકી એક ભાદર ડેમમાં ભરપૂર પાણી છે. એક તરફ ડેમ ઓવરફલો થયો છે બીજી તરફ ે રાજકોટને પાણી પુરૂ પાડતી ભાદર લાઇનમાં ભંગાણ થતા પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં વિક્ષેપ સર્જાય છે.

રાજકોટથી ભાદર ડેમ સુધીની પાઇપલાઇન પૈકી કેટલાક ભાગની લાઇન ૧૯૮૯ વખતની છે. જર્જરિત લાઇનમાં વારંવાર ભંગાણ પડે છે. લાઇન તૂટવાથી વિતરણ વ્‍યવસ્‍થા પર વિપરિત અસર આવે છે. તેથી ગોમટાધારથી રાજકોટ ઢેબર રોડ  પંપીંગ સ્‍ટેશન વચ્‍ચે રીબડા સુધીની નવી લાઇન નાખવા ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં રહીને આ કાર્ય કરવાનું થાય છે. મ્‍યુ. કોર્પોરેશન નવી લાઇન નાખવા માંગે છે લાઇન બદલવા માટેનો ખર્ચને પહોંચી વળવા સરકાર પાસે રૂપિયા ૨૦૦ કરોડ માંગવામાં આવશે.

ઇ.સ ૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ ૩૪ ફૂટની ઉચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્‍ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ એમસીએફટીની છે. છેલા ૬૫ વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્‍યાર સુધીમાં ૨રવખત ઓવરફ્‌લો થયો છે.

આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે.(

(3:01 PM IST)